જૂનાગઢના મુનવ્વર ફારુકી અને અંજલીના ફ્લર્ટિંગને જોઇ ફૂટ્યો પૂનમ પાંડેનો ગુસ્સો, બોલી- લગ્ન છૂપાવી 21 વર્ષની છોકરી પટાવી રહ્યો છે

કંગના રનૌતના શો લોક અપ શરૂ થયો ત્યારથી જ ચર્ચામાં છે. આ શોમાં રોજે રોજ કંટેસ્ટેંટ અલગ અલગ રાઝ પરથી પડદો ઉઠાવી રહ્યા છે. મુનવ્વર ફારૂકી અને અંજલી અરોરા સૌથી વધુ પસંદ કરવામાં આવતા કંટેસ્ટેંટમાંના એક છે. તે બંને અવાર નવાર તેમના સંબંધોને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓ ઇઝહાર-એ-ઇશ્ક કરતા જોવા મળ્યા હતા, જે પછી ચાહકો તેમની જોડીને પસંદ કરવા લાગ્યા છે. કંગના રનૌતની જેલમાં પ્રેમના પવનો વહેવા લાગ્યા છે. બે સૌથી પ્રખ્યાત લોક-અપ કેદીઓ, મુનવ્વર ફારૂકી અને અંજલી અરોરાની મિત્રતા દિવસેને દિવસે ગાઢ બની રહી છે. બંને મોટાભાગનો સમય સાથે વિતાવે છે.

મુનવ્વર અને અંજલિની વધતી જતી નિકટતા હવે પૂનમ પાંડે અને સાયશા શિંદેને બિલકુલ પસંદ આવી રહી નથી. શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં પૂનમ પાંડે સાયશા શિંદે સાથે મુનવ્વર અને અંજલિ વિશે વાત કરતી જોવા મળે છે. પૂનમ કહે છે કે અંજલિ કોરોના મહામારી દરમિયાન ચાર રીલ બનાવીને ફેમસ થઈ ગઈ છે. તેમની માટે મારી મિત્રતા દિલથી હતી, પરંતુ મારા દુશ્મનો પણ તેમના જેવો મિત્ર શોધી શક્યા નહીં. અહીં જ પૂનમ પાંડેનો ગુસ્સો શમ્યો નહીં, તેણે મુનવ્વર પર ગુસ્સો કાઢ્યો અને કહ્યું, ‘અને આ મુનવ્વર અહીં 21 વર્ષની છોકરીને લગ્નની વાત છુપાવીને લલચાવી રહ્યો છે’.

પૂનમ સાયશા શિંદને કહે છે કે, ‘મુનવ્વરે તને પણ અટકાવીને રાખી છે. અંજલિને બહાર એક બોયફ્રેન્ડ છે, પરંતુ તે પછી પણ તે અહીં આવી હરકતો કરી રહી છે. ઓછામાં ઓછું હું એટલી સસ્તી નથી કે મારી સુરક્ષા માટે મારા મિત્રોનો ઉપયોગ કરી શકું. પૂનમ અને સાયશા મુનવ્વરને કહે છે કે તેઓ માત્ર અંજલિની વાતને ગંભીરતાથી લે છે. મુનવ્વર ફારૂકી પરિણીત છે. હાસ્ય કલાકારે જજમેન્ટ એપિસોડમાં આ રહસ્ય જાહેર કર્યું હતુ કે તેના લગ્ન થઇ ગયા છે.. મુનવ્વરના લગ્ન વિશે જાણીને સ્પર્ધકો સહિત તમામ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મુનવ્વરે એમ પણ કહ્યું હતું કે તે 1.5 વર્ષથી તેની પત્ની સાથે નથી રહેતો. મુનવ્વરે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમને એક પુત્ર પણ છે. આવી સ્થિતિમાં, લગ્ન કર્યા પછી પણ મુનવ્વરની અંજલિ સાથેની મિત્રતા તેના મિત્રોને પસંદ નથી.જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ આ બધી વાતો ત્યારે કહી જ્યારે અંજલિએ ચાર્જશીટ દરમિયાન નોમિનેશનમાં પૂનમ પાંડે અને સાયશા શિંદનું નામ લીધું હતું. આનાથી બંને ખૂબ જ પરેશાન હતા.

 

View this post on Instagram

 

A post shared by ALTBalaji (@altbalaji)

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અંજલિએ મુનવ્વરને ‘આઈ લવ યુ’ કહ્યુ હતુ, જેના બાદ તે બ્લશ થઈ ગયો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ પછી સાયશાએ પણ મુનવ્વરમાં પોતાની રુચિ બતાવી અને કહ્યું કે કેવી રીતે તે તેના પ્રેમમાં પડવા લાગી.

Shah Jina