સર્વાઇકલ કેન્સરથી મોતના પબ્લિસિટી સ્ટંટ બાદ પહેલીવાર જાહેરમાં દેખાઇ પૂનમ પાંડે, ડેથ રૂમર્સને લઇને કહ્યુ આવું
જ્યારે પૂનમ પાંડેના મોતની ખબર માત્ર પબ્લિસિટી સ્ટંટ હોવાનું સામે આવ્યું ત્યારે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધી ઘણા લોકો પૂનમ પાંડેની આ હરકતથી નારાજ હતા. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતી, પરંતુ હાલમાં જ તે જાહેરમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણ કહ્યુ-દુનિયામાં કોઇએ કંઇ જૂઠ નથી બોલ્યુ શું ? જો મારા જૂઠથી કોઇનો ફાયદો થાય છે તો આવું જૂઠ હું હજારવાર બોલીશ.
જેટલા પણ લોકોએ મારા વિશે જે પણ કહ્યુ છે તેમાંથી એકે પણ સર્વાઇકલ કેન્સર વિશે ક્યારેય વાત નથી કરી. તો આજે હું જ્યારે સર્વાઇકલ કેન્સર વિશે કંઇક કરી રહી છું તો બધાને પ્રોબ્લમ થઇ રહી છે. મારા ચાહકો માટે હું ક્ષમા માગું છું. જણાવી દઇએ કે, પૂનમ થોડો સમય સોશિયલ મીડિયાથી ગાયબ હતી, પણ તેણે હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આરોપ લગાવ્યો કે તેના મોતના ખોટા સમાચારથી ઘણા લોકોએ પૈસા કમાવ્યા છે.
પૂનમ પાંડેએ લખ્યું, “સાચું કહું તો હું ખુશ છું કે મારી આ પોસ્ટ ઘણા લોકો સુધી પહોંચવામાં અને તેમને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કરવામાં સક્ષમ હતી. હું બસ એટલું જ ઇચ્છતી હતી.” અભિનેત્રીએ તેની પોસ્ટમાં આગળ લખ્યું, “પરંતુ મને જે દુઃખ થાય છે તે એ છે કે કેટલાક લોકોએ તેનાથી પૈસા કમાયા છે અને આ સમગ્ર જાગૃતિ મિશન રોલમાં મને પાછળ રાખી. પરંતુ હું હંમેશા તેની સાથે ઉભી રહીશ અને તેને સમર્થન આપીશ, આજે પણ અને હંમેશા.”
તે બધા જાણે છે કે પૂનમ પાંડેના મોતના સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં બતાવવામાં આવ્યું હતું કે અભિનેત્રીનું મેનેજમેન્ટ કહી રહ્યું છે કે તેનું મોત સર્વાઇકલ કેન્સરથી થયું છે. ઘણી સેલિબ્રિટીઓએ આના પર શોક પણ વ્યક્ત કર્યો હતો. જો કે, પાછળથી આ પબ્લિસિટી સ્ટંટ નીકળતા લોકોએ પૂનમને ખૂબ ટ્રોલ કરી હતી.
View this post on Instagram