ત્રણ દીકરીઓ પિતા હોવા છતાં બન્યો લાચાર: કોરોના હોવાની શંકા થતા કોઈ પાસે પણ ના આવ્યું, ત્યારે પોલીસકર્મીએ જે કર્યું તે જાણીને સલામ કરવાનું મન થશે !!

સમગ્ર દેશ હાલમાં કોરોના સંકટથી ઘેરાયેલો છે. આ મહામારી એવી છે કે પોતાના લોકોને પણ દૂર કરી નાખે છે. લોહીના સંબંધો પણ આવા સમયે કોરોના સંક્રમિત વ્યક્તિથી દૂર ભાગે છે. ત્યારે આવા સમયમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસ પણ ભગવાન બનીને આવે છે.આવો જ એક કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે,


જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ માટે દિલ્હી પોલીસનો એક કોન્સ્ટેબલ ભગવાન બનીને આગળ આવ્યો. તેને પોતાની ફરજ સાથે સાથે માનવતા પણ નિભાવી અને વૃદ્ધને હોસ્પિટલમાં પહોંચાવ્યાં હતા.80 વર્ષના વૃદ્ધ મુરલીધરન રાજેન્દ્ર નગર વિસ્તારમાં રહે છે. તે એકલા રહે છે અને તેમની ત્રણ દીકરી છો. જેમાં એક દીકરી દુબઈમાં, બીજી અજમેર અને ત્રીજી દિલ્હીના કાલકાજીમાં રહે છે. રવિવારે બપોરે તેમની તબિયાર ખરાબ થઇ. તેમને શ્વાસ લેવામાં અને ફેફસામાં તકલીફ હતી. મુરલીધરનના ઘરે જયારે પોલીસ પહોંચી ત્યારે તે હોસ્પિટલ જવા માટે તૈયાર નહોતા.


ત્યારબાદ કોન્સ્ટેબલ રાજુએ સૌથી પહેલા મુરલીધરનની દીકરી જે કાલકાજીમાં રહે છે તેને ફોન કર્યો. તેના ઉપર દીકરીએ જવાબ આપ્યો કે તે નહિ આવી શકે કારણ કે તેના પિતાને કોરોના હોવાની શંકા છે. તે પોતે જ પરેશાન છે. ત્યારબાદ કોન્સ્ટેબલ રાજુએ બધી જ જવાબદારી ઉપાડી લીધી અને વૃદ્ધ મુરલીધરનને આરએમએલ હોસ્પિટલ લઈને પહોંચ્યા. હોસ્પિટલ પ્રસાશને જણાવ્યું કે બેડ નથી, ઘણી જ મુશ્કેલી બાદ મુરલીધરનને સારવાર માટે RMLમાં ભરતી કરવામાં આવ્યા અને ઓક્સિજન અપાવવામાં આવ્યો. આ કામ કરવા માટે રાજુને ત્રણ ચાર કલાક હોસ્પિટલમાં રહેવું પડ્યું. અને ત્યારે જ ત્યાંથી ગયો કે જયારે તેને વિશ્વાસ આવ્યો કે હવે વૃદ્ધની સ્થિતિ પહેલા કરતા સારી છે.

Niraj Patel