છોકરીઓની સ્કૂલ છૂટતા જોખમી રીતે બુલેટ ચલાવી રીલ બનાવી રહ્યો હતો યુવક, થોડી જ વારમાં પોલીસે કરી દીધો શોખ પૂરો… જુઓ
Police taught the reel maker a lesson : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા અખતરા કરે છે. છોકરીઓ જ નહિ છોકરાઓ પણ ઘણીવાર તમામ હદો પાર કરી દેતા હોય છે. ઘણા લોકો રીલ બનાવવા માટે બાઈક કે કાર પર સ્ટન્ટ કરીને પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવા લોકોના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવે છે અને તેમને પાઠ પણ ભણાવતી હોય છે.
દિલ્હી પોલીસે આવો જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક ચલાવતી વખતે રીલ બનાવી રહ્યો છે. પોલીસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કેવી રીતે તેણે આ વ્યક્તિનો રીલ બનાવવાનો શોખ પૂરો કર્યો. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરનાર રીલ બનાવનાર સામે દિલ્હી પોલીસની કાર્યવાહી. મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ચલણ જારી કરવામાં આવ્યું હતું. મોટર સાયકલ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વીડિયોના ટેક્સ્ટમાં પોલીસે લખ્યું છે કે, ‘દિલ્હી પોલીસે રીલ્સ દ્વારા ફેમસ થવાનું પોતાનું સપનું પૂરું કર્યું.’ વીડિયોમાં જોઈ શકાય છે કે ગોકુલપુરી મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. તે ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો બનાવી રહ્યો છે. સ્કૂલ કે કોલેજની બહાર તે ભયાનક રીતે બાઈક ચલાવતો જોવા મળે છે. આ પછી પોલીસે જણાવ્યું છે કે વ્યક્તિ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે.
આમાં તે વ્યક્તિ પોલીસ સાથે જોઈ શકાય છે. તેણે પોતાનો ચહેરો ઢાંક્યો છે. ત્યારબાદ પોલીસે જણાવ્યું કે તેની સામે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ તેની મોટરસાઈકલ અને ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામને બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણો પ્રતિસાદ આપી રહ્યા છે.
View this post on Instagram