સતીશ કૌશિકની મોત મામલે નવો મોડ ! ફાર્મહાઉસમાંથી એવી એવી વસ્તુઓ મળી કે પોલીસ દંગ રહી ગઈ

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી રહ્યા, હોળીના બીજા દિવસે સવારે અભિનેતાનું નિધન થયુ હતુ. ત્યારે હવે સતીશ કૌશિકના મોતના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને ફાર્મ હાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી છે જ્યાં સતીશ કૌશિકે તેમના નિધન પહેલા પાર્ટીમાં હાજરી આપી હતી. હાલમાં દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મોત પાછળનું સાચું કારણ શું છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓ અભિનેતા સતીશ કૌશિકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા પોલીસની ક્રાઈમ ટીમે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ફાર્મ હાઉસની મુલાકાત લીધી જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી કેટલાક દવાઓ મળી આવી હતી. આ પાર્ટી દિલ્હીમાં એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસ પર આયોજિત કરવામાં આવી હતી. પોલીસ ગેસ્ટ લિસ્ટની તપાસ કરી રહી છે. પાર્ટીમાં એક ઉદ્યોગપતિ એવો પણ હતો, જે એક કેસમાં વોન્ટેડ છે.

અભિનેતાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે દિલ્હી પોલીસે પાર્ટીના મહેમાનોની સંપૂર્ણ યાદી તૈયાર કરી છે જેઓ પાર્ટી દરમિયાન ફાર્મહાઉસમાં હાજર હતા. પોલીસ ઉદ્યોગપતિની પણ પૂછપરછ કરવા માંગે છે, જે સતીશ કૌશિકના મોત બાદ ફરાર છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસનું કહેવું છે કે, ‘એક્ટરના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેઓ વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે અભિનેતાનું ગુરુવારે વહેલી સવારે નિધન થયું હતું.

હોળી પાર્ટી દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. અભિનેતાના આકસ્મિક અવસાનથી સમગ્ર બોલિવૂડ જગત આઘાતમાં છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ-ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં થિયેટર, સિનેમા, ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પર અભિનેતા, દિગ્દર્શક, લેખક અને નિર્માતા તરીકે પોતાની છાપ છોડનાર ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક છેલ્લે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ‘છત્રીવાલી’માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમની એક ફિલ્મ આવી રહી છે, જે ‘ઇમરજન્સી’ છે. કંગના રનૌતની આ ફિલ્મમાં સતીશ કૌશિક બાબુ જગજીવન રામના રોલમાં જોવા મળશે.

Shah Jina