રાજકોટમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ હિપ્નોટાઇઝ કરી પૈસા પડાવ્યા હોવાનો આરોપ- યુવક દ્વારા પોલીસ કમિશનરને કરાઇ અરજી

ફરી એકવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં, હિપ્નોટાઈઝ કરી પૈસા પડાવવાનો આરોપ- જાણો સમગ્ર મામલો

Rajkot Bageshwar Baba : બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતના મહાનગરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે, ત્યારે ગત બે દિવસ તેમનો દિવ્ય દરબાર રાજકોટમાં યોજાયો હતો. ત્યારે હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર બાદ વિવાદમાં ફસાયા છે. બાબા બાગેશ્વર વિરુદ્ધ એક વ્યક્તિએ પોલીસમાં અરજી કરી છે અને આ અરજી 13 હજારના ફ્રોડની કરાઇ છે.

અરજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ મૂકાયો છે કે બાબાએ હિપ્નોટાઇઝ કરીને પૈસા પડાવ્યા છે. ગુરુવારના રોજ રાજકોટમાં દિવ્ય દરબાર યોજાયો હતો અને આ દરમિયાન જામનગરના ભક્તને શિવ મંદિર બનાવવા બાબાએ રૂપિયા એકત્ર કરી આપ્યા હતા. ત્યારે હેમલ વિઠલાણી કે જેના દ્વારા બાબા વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. તેણે કહ્યુ કે, મને શાસ્ત્રીજીએ હિપ્નોટાઇઝ કરી સ્થાન પરથી ઉભો કરી ખિસ્સામાં જે હોય તે આપી દે કીધું.

મારા ખિસ્સામાંથી 13 હજાર હા અને હું ડરી ગયો અને મેં મારા ખિસ્સામાં 13000 રૂપિયા હતા તે આપી દીધા. આ મામલે અરજી કરનાર હેમલ વિઠલાણીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ કે, ‘મારા પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું મને લાગ્યું અને પૈસા આપ્યા બાદ મને એવું કહેવામા આવ્યું હતું કે દરબાર પત્યા પછી તમને તમારા પૈસા પરત આપી દેવાં આવશે,

પણ જ્યારે હું પૈસા પરત લેવા ગયો તો એમ કહેવામા આવ્યું કે એ તમારી ભૂલ છે કે તમારે પૈસા નહોતા આપવા. અરજદારે આગળ જણાવ્યુ કે, મારી નમ્ર અરજ છે કે આવો ફ્રોડ બીજા કોઇ શ્રધ્ધાળુ સાથે ન થાય તેને ધ્યાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરે અને તેણે જે રૂપિયા આપ્યા છે તે તેને પાછા મળી જાય. જો કે, ઘટના બાદ આયોજકો તરફથી આ આરોપોને ફગાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યુ કે આ બાબાને બદનામ કરવાનું એક કાવતરું છે.

પત્રકારોને સંબોધતા ભક્તિ સ્વામીએ કહ્યુ કે, બાબા બાગેશ્વર એ અમારા સનાતન ધર્મનો સુપર હીરો છે અને બાબા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે.’ આગામી સમયમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમની સામે લીગલ એક્શન લેવું કે કેમ તે અંગે સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Shah Jina