Jharkhand Love Story: કહેવાય છે કે પ્રેમ એક મુક્ત પંખી જેવો છે તે સીમાઓમાં માનતો નથી. આવો જ એક કિસ્સો ઝારખંડના હજારીબાગમાં જોવા મળી રહ્યો છે. જ્યાં પોલેન્ડની પોલાક અને શાદાબ સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડ્યા અને પોલાક શાદાબ માટે સાત સમંદર પાર હજારીબાગ આવી ગઇ. શાદાબ અને પોલાકે હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન માટે અરજી કરી છે.હજારીબાગના ખુત્રાના રહેવાસી શાદાબનું કહેવું છે કે તે શોર્ટ વીડિયો બનાવે છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.
પોલેન્ડની પોલાક પડી ભારતના શાદાબના પ્રેમમાં
મુંબઈમાં ફિલ્મોમાં પણ કામ કરવા માટે તે સંઘર્ષ કરી રહ્યો છે. બંને પહેલા રીલ દ્વારા મિત્ર બન્યા અને પછી ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. પોલાક 2021માં શાદાબને મળવા ભારત આવી અને બંનેએ ભારતની મુલાકાત લીધી, પછી એકબીજાને પ્રપોઝ કર્યું. શાદાબ વધુમાં કહે છે કે અમે બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો, પછી નક્કી કર્યું કે હવે અમારે લગ્ન કરી લેવા જોઈએ.પોલાક કહે છે કે તે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી છે. તેના ટુરિસ્ટ વિઝા 2027 સુધીના છે.
દીકરી સાથે આવી પ્રેમીને મળવા ભારત
પરંતુ, તે લગ્ન બાદ અહીંથી પોલેન્ડ પરત જશે. તે પોલેન્ડમાં ખાનગી કંપની ચલાવે છે. તેની એક પુત્રી પણ છે. તેણે તેના પતિથી છૂટાછેડા લીધા છે. તેણે કહ્યું, ભારત ખૂબ જ સારો દેશ છે, હું જ્યાં પણ જાઉં છું, મને લોકોનો ખૂબ પ્રેમ મળે છે. શાદાબ પણ ખૂબ જ સ્વચ્છ દિલનો વ્યક્તિ છે. મને પ્રેમ કરે છે મારી દીકરીને પણ માન આપે છે અને પ્રેમ કરે છે. શાદાબ કહે છે કે લગ્ન પછી તે પોલેન્ડ જશે અને કાયમી નોકરી શોધી લેશે, જેથી તે સારી રીતે જીવી શકે. આ વચ્ચે તે ભારત આવતો રહેશે. તેના પરિવારના સભ્યો પણ આ વાત પર સહમત છે.
ખૂબ ગરમી લાગતા શાદાબે લગાવ્યા 2 AC
પોલાક 45 વર્ષની છે જ્યારે તેનો બોયફ્રેન્ડ શાદાબ 35 વર્ષનો છે. જ્યારે તે શાદાબને મળવા ભારત આવી ત્યારે તે થોડા દિવસ હોટલમાં રહ્યા બાદ છેલ્લા પાંચેક દિવસ શાદાબના ગામમાં તેના ઘરે રહી. જો કે તે ગામમાં પહોંચતાની સાથે જ ગરમીએ તેને એટલી પરેશાન કરી દીધી કે શાદાબને બે એસી લગાવવા પડ્યા.
ઘરેલુ કામમાં પણ કરે છે મદદ
વિદેશી મહેમાન માટે એક નવું કલર ટીવી પણ લગાવવામાં આવ્યું. ખાસ વાત એ છે કે શાદાબની ગર્લફ્રેન્ડ તેના ઘરના ઘરેલુ કામમાં પણ મદદ કરી રહી છે. તે ગાયનું છાણ અને કચરો પણ સાફ કરે છે. પોલાકને જોવા માટે દરરોજ સેંકડો લોકો તેના ઘરે પહોંચે છે. તે કહે છે કે અહીંના લોકો ખૂબ જ સરસ છે, પરંતુ જ્યારે આખો દિવસ લોકો મને ઘેરી લે છે, ત્યારે હું પરેશાન થઈ જાઉં છું.
શાદાબ જશે પોલેન્ડ અને કરશે કામ
વિદેશી મહિલાના ગામમાં પહોંચવાના સમાચાર મળતાં જ હજારીબાગ હેડક્વાર્ટરના ડીએસપી અને વિસ્તારના ઈન્સ્પેક્ટર શાદાબના ઘરે પહોંચ્યા હતા અને પોલાક સાથે વાત કરી હતી. ઉચ્ચ અધિકારીઓ આવ્યા બાદ પોલાકે વિઝા પણ બતાવ્યા. પોલાકે કહ્યું કે તે આગામી થોડા દિવસોમાં પોતાના દેશ પરત ફરશે. તે શાદાબને પોલેન્ડ માટે વિઝા અપાવવાનો પ્રયાસ કરશે. પોલાક પાસે ત્યાં બંગલો-ગાડી બધું જ છે.