ખબર

અગ્નિપથ વિવાદ વચ્ચે પહેલી વાર PM નરેન્દ્ર મોદી બોલ્યા, કહ્યું- અમે યુવાઓને કામ….

સેનામાં ભરતીની નવી પ્રક્રિયાને લઈને દેશના ઘણા ભાગોમાં યુવાનો તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધમાં બદમાશોએ ટ્રેનો અને બસોને સળગાવી, પથ્થરમારો કર્યો અને રાજકારણીઓના નિવાસસ્થાનને નિશાન બનાવ્યા. બીજી તરફ કેન્દ્ર સરકાર અને સેના પાસેથી ‘અગ્નિપથ સ્કીમ’ પાછી ન ખેંચવાનો ઈરાદો વ્યક્ત કરીને તેના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે એ ભારતની કમનસીબી છે કે સારા હેતુ માટે કરવામાં આવતી વસ્તુઓ રાજકારણમાં અટવાઈ જાય છે.

અગ્નિપથનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ યોજનાનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો અને તેમનું સમગ્ર ભાષણ દિલ્હી-NCRમાં તેમની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો પર કેન્દ્રિત હતું. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- “સારા ઈરાદા સાથે લાવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે એ દુર્ભાગ્ય છે. ટીઆરપીની મજબૂરીને કારણે મીડિયા પણ તે વસ્તુઓમાં સામેલ થઈ જાય છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે, જે દાયકાઓ સુધી સરકાર દ્વારા એકાધિકાર ધરાવતા હતા.

તેમણે વધુમાં જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં 100 અબજ ડોલરથી વધુની કંપનીઓ શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજનાનું એલાન કેન્દ્ર સરકાર તરફથી ગત મંગળવારના રોજ કરવામાં આવ્યુ હતુ. જેનું મક્સદ ચાર વર્ષો માટે સાડા સત્તર વર્ષથી 21 વર્ષ સુધી આર્મ્ડ ફોર્સેસમાં યુવાઓને લાવવાનું છે. પરંતુ આટલા ઓછા સમય માટે ભર્તીને કારણે બીજેપી પર સતત નિશાન સાધવામાં આવી રહ્યુ છે. આના વિરોધમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તેલંગણા અને બિહારમાં ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી કેટલીક રિયાયતોની ઘોષણા પણ કરવામાં આવી છે.પણ શું તમે જાણો છો કે ભારત સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ખુબ જ અગ્રેસિવ પ્રદર્શન થઈ રહ્યું છે. આમાં સૌથી વધુ નુકસાન IRCTC ને થયું છે. દેશના ઘણા રાજ્યોમાં ખાસ કરીને બિહારમાં અને દેશના અન્ય ભાગોમાં કેટલીક ટ્રેનોને સળગાવી દેવામાં આવી છે. શું તમે જાણો છો કે ટ્રેનને બનાવવામાં કેટલાં રૂપિયાનો ખર્ચ થાય છે?.

પ્રદર્શનકારીઓએ ઘણી બધી ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે જ્યારે પણ ધરણા પ્રદર્શન થાય છે ત્યારે આંદોલનકારીઓ સૌથી વધુ નિશાન રેલ્વેને બનાવે છે. ACકોચ બનાવવાનો ખર્ચ આશરે 2 કરોડ રૂપિયાથી વધુ છે.

સ્લીપર કોચ બનાવવાનો ખર્ચ 1.25 કરોડ આસપાસ થાય છે, જ્યારે એક જનરલ કોચ બનાવવાનો ખર્ચ લગભગ 1 કરોડ રૂપિયા આવે છે. આમ જોઈએ તો એક એક્સપ્રેસ ટ્રેનમાં 22 થી 24 કોચ હોય છે. આ રીતે, 24 કોચની કિંમત 2 કરોડ રૂપિયા પ્રતિ કોચ પ્રમાણે ગણતરી કરીએ તો 48 કરોડ રૂપિયા થાય છે. જો આમાં એન્જિનની કિંમત પણ ઉમેરવામાં આવે તો એક સંપૂર્ણ ટ્રેન લગભગ 68 કરોડ રૂપિયા માં તૈયાર થાય છે. એટલે સામાન્ય એક્સપ્રેસ ટ્રેન બનાવવાનો ખર્ચ રૂ. 50 કરોડથી રૂ. 100 કરોડની વચ્ચે હોય છે. વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા છે.