PM મોદી પહોંચ્યા ઓસ્કર વિનિંગ ફિલ્મ “ધ એલિફન્ટ વ્હીસ્પર્સ”ની જોડીને મળવા, હથ્થુ રઘુને ખવડાવી શેરડી, સૂંઠ પંપારી કર્યું વ્હાલ.. જુઓ તસવીરો
ઓસ્કરની અંદર આ વર્ષે બે ભારતીય ફિલ્મોનો દબદબો જોવા મળ્યો. જેમાં “RRR”ના નાટુ નાટુ સોંગે બેસ્ટ સોન્ગ કેટેગરીનો એવોર્ડ મેળવીને ઇતિહાસ રચી દીધો તો ગુનીત મોંગાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ “ધ એલિફન્ટ વ્હીસ્પર્સ” એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ જીત્યો. આ ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા હાલમાં તેની જીતનો આનંદ માણી રહ્યા છે. દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આટલો મોટો એવોર્ડ મળ્યા બાદ નેતાઓ પણ ખુશ છે.
ત્યારે હવે આ ક્રમમાં પીએમ મોદી ગુનીત મોંગા અને કાર્કિતિને મળ્યા હતા. હાલમાં પીએમ કર્ણાટકના પ્રવાસ પર છે, તેથી તેઓ ધ એલિફન્ટ વ્હીસ્પરરમાં જોવા મળેલા બોમન અને બેલીને મળ્યા. ધ એલિફન્ટ વ્હીસ્પર્સમાં જોવા મળેલા બોમન અને બેલી ઓસ્કાર જીત્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્રણેય કેમેરા સામે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.
ધ એલિફન્ટ વ્હીસ્પરરમાં બોમેન અને બેલીએ હાથીના બાળકોની સંભાળ રાખનારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને વર્ષ 2023માં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વડાપ્રધાન મોદી હાથીઓને શેરડી ખવડાવતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં બોમન અને બેલી વડાપ્રધાન મોદીની પાસે ઉભા રહીને જોઈ રહ્યાં છે.
આ પ્રસંગે મોદીએ ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટર સાથે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તમિલનાડુમાં આવેલા મુદુમલાઈ ટાઈગર રિઝર્વને ભેટમાં આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વ (BTR) માં સફારી પર છલાવરણ વાળા કપડાં અને ટોપી પહેરીને જોવા મળ્યા હતા.