‘અરે મારા ઘરે નહિ થાય ઇનકમ ટેક્સની રેડ…’ દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકની કમાણી પૂછી હસીના મૂડમાં જોવા મળ્યા PM મોદી

‘અરે તમને લાગે છે ઇનકમ ટેક્સવાળા મોકલીશ’, દિવ્યાંગ લાભાર્થીની વાત પર PM મોદીએ એવું શું કહ્યુ કે હસી ઉઠ્યા લોકો

PM Modi Varanasi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. પીએમ અહીં લોકોને 19 હજાર કરોડ રૂપિયાથી વધુના 37 પ્રોજેક્ટ ગિફ્ટ કરવા આવ્યા છે. પ્રવાસના પહેલા દિવસે રવિવારે પીએમ મોદીએ નમો ઘાટ પર કાશી તમિલ સંગમમના બીજી સીઝનનો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે વારાણસીથી કન્યાકુમારી જતી એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.

આ પછી વડાપ્રધાન મોદીએ નડેસર વિસ્તારમાં કટિંગ મેમોરિયલ સ્કૂલમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરી હતી અને સરકારી યોજનાઓનું 100 ટકા કવરેજ હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અહીં મેમોરિયલ સ્કૂલના મેદાનમાં વિકાસ ભારત યાત્રા અંતર્ગત લગાવવામાં આવેલા સ્ટોલ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ દિવ્યાંગો સાથે વાતચીત પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ પીએમ મોદીનો રમુજી અંદાજ છે.

પીએમ મોદીએ દિવ્યાંગ યુવકને પૂછયુ- કેટલો અભ્યાસ કર્યો છે? તો યુવકે કહ્યુ- M.Com પૂર્ણ કર્યું છે. અત્યારે હું સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છું. જ્યાં PMએ ફરી પૂછ્યુ કે- તમને અહીં યોજનાઓનો શું લાભ મળ્યો? તો યુવકે કહ્યુ- યુવકઃ પેન્શન મળ્યું છે, બાકી દુકાન સંચાલ માટે આવેદન કર્યુ છે. તે પછી પીએમ બોલ્યા- કઇ દુકાન ચલાવી છે ? તો યુવકે કહ્યુ- CHC સેન્ટર. તેમાં સ્ટેશનરી મુકવી છે. જેના પર પીએમે કહ્યુ- CHC સેન્ટરમાં કેટલા લોકો આવે છે?

તો યુવકે કહ્યુ ગણતરી તો નથી કરતા, તો પણ 10-12 આવી જાય છે આરામથી. આ પછી PM યુવકને એક મહિનામાં કેટલી કમાણી કરે છે તે પૂછે છે અને આના પર યુવક અચકાય છે અને શાંત સ્વરે કહે છે કે ગણતરી નથી કરી. ત્યારે આ દરમિયાન પીએમ કહે છે, અરે ના કહો, કોઈ ઇન્કમટેક્સ વાળો નહિ આવી જાય. તમને લાગે છે કે ઇનકમ ટેક્સ મોકલશે મોદી. આવશે નહીં. તમને લાગે છે કે મોદી આવકવેરો મોકલશે. PMના આ રમુજી અંદાજવાળા વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina