આને કહેવાય રોયલ ખેડૂત…મહિન્દ્રા થારની પાછળ બાંધી દીધું રોટાવેટર અને પછી લાગ્યો ખેતર ખેડવા…લોકો બોલ્યા “હવે ટ્રેકટર કોણ ખરીદે ?”, જુઓ વીડિયો

ના બળદથી, ના ટ્રેકટરથી પણ આ ભાઈ ખેતર ખેડવા લાગ્યો મહિન્દ્રા થારથી…જોઈને લોકોના પણ ઉડ્યા હોંશ.. જુઓ વીડિયો

આપણા દેશમાં લોકો કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળવા માટે જુગાડનો સહારો લેતા હોય છે અને એટલે જ ભારતને જુગાડુ દેશ પણ કહેવામાં આવે છે. ભારતના આ જુગાડથી આખી દુનિયા ઈમ્પ્રેસ થઇ ગઈ છે. ઘણા લોકોને તમે જોયા હશે કે જેમાં જુગાડ એવા ગજબના હોય છે કે મોટા મોટા એન્જીનીયરો પણ તેને જોઈને વિચારમાં પડી જાય છે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં એક ભાઈ ખેતી કરવા માટે ટ્રેકટરની જગ્યાએ મહિન્દ્રા થારનો ઉપયોગ કરતો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે ખેતરને ખેડવા માટે ટ્રેકટર અથવા તો બળદનો ઉપયોગ થતા જોયો હશે. પરંતુ આ ભાઈ તો થોડો એડવાન્સ નીકળ્યો અને ખેતરમાં થાર લઈને ખેડવા લાગ્યો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સફેદ રંગની મહિન્દ્રા થાર ખેતરમાં છે અને તેની પાછળ રોટાવેટર લગાવેલું છે. જેના દ્વારા એક વ્યક્તિ ખેતરની અંદર ખેડી રહ્યો છે. તે આખા ખેતરની અંદર થારને ફેરવે છે અને થોડીવારમાં જ આખું ખેતર ખેડાઈ જાય છે. ત્યારે હવે આ વીડિયોને સોશિયલ મીડિયામાં લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arun Panwar (@arunpanwarx)

વાયરલ થઇ રહેલા વીડિયોને અરુણ પવાર નામના યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બની ગયા છે. કોઈએ એમ પણ કહ્યું કે “ભાઈ આ રીતે ખેતી કરશો તો ટ્રેકટર કોણ ખરીદશે ?” તો કોઈએ આ વ્યક્તિને રોયલ ખેડૂત પણ ગણાવ્યો છે.

Niraj Patel