આ વ્યક્તિએ પ્લેનને બનાવી દીધુ લક્ઝરી વિલા…2 બેડરૂમ, સ્વીમિંગ પુલ- આનંદ મહિન્દ્રા પણ જોઇને હેરાન, આપ્યુ આવું રિએક્શન

પ્લેનને બનાવી દીધો આલીશાન વિલા, ખૂબીઓ જોઇ આનંદ મહિન્દ્રા પણ હેરાન- વીડિયો વાયરલ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર તેમના ફોલોઅર્સ માટે નિયમિતપણે ટ્રેન્ડિંગ વિષયો અને આકર્ષક કહાનીઓ વિશે પોસ્ટ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેમણે એક રસપ્રદ વિડિયો શેર કર્યો, જેમાં એક વ્યક્તિ કોમર્શિયલ પ્લેનને વિલામાં રૂપાંતરિત કરતો જોવા મળ્યો.

રશિયન ઉદ્યોગસાહસિક ફેલિક્સ ડેમિને ભાંગી પડેલા બોઇંગ 737 એરલાઇનરને લક્ઝરી પ્રાઇવેટ વિલામાં રૂપાંતરિત કર્યું. જેમાં બે બેડરૂમ, હિદ મહાસાગરના દ્રશ્યોવાળો એક અનંત પુલ અને એક છત છે. આ અનોખી સંપત્તિ ઇન્ડોનેશિયાના બાલીમાં મંત્રમુગ્ધ કરી દેનાર ન્યાંગ ન્યાંગ ચટ્ટાનો પર સ્થિત છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું ‘કેટલાક લોકો એટલા નસીબદાર હોય છે કે તેઓ તેમની કલ્પનાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં સક્ષમ હોય છે અને આ વ્યક્તિ તેની કલ્પના પર કોઈ મર્યાદા રાખતો નથી ! હું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે મને ક્યારેય અહીં રોકાવા માટે બુકિંગ કરાવવામાં રસ હશે કે નહિ, પરંતુ અનુભવ પછી હું જેટ લેગને લઇને થોડો ચિંતિત છું.’

વીડિયોમાં ડેમિન વિલાની વર્ચ્યુઅલ ટૂર આપતો જોઇ શકાય છે. જણાવી દઇએ કે, સેવા નિવૃત્ત બોઇંગ 737ને ડેમિન દ્વારા 2021માં ખરીદવામાં આવ્યું હતું, આ પછી તેને દૂરસ્થ સ્થળે લઈ જવામાં આવ્યુ હતુ. તેને તૈયાર કર્યા પછી વર્ષ 2023માં બધા માટે ખોલવામાં આવ્યુ. ટૂંક સમયમાં જ તેણે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી રીટ્રીટ્સમાં તેની જગ્યા બનાવી લીધી.

Shah Jina