આકાશમાંથી ગાડી પર પડ્યું પ્લેન, ક્ષણવારમાં જ થયું બળીને ભડકો, માસુમ બાળક સહીત ત્રણ લોકોની થઇ મૌત

મૌતનો કોઈ જ ભરોસો નથી હોતો, તે ક્યાં, ક્યારે અને કંઈ પરિસ્થિતિમાં આવી  જાય એ કોઈ જ નથી જાણતું. અમેરિકાના દક્ષિણ ફ્લોરિડામાં આવી જ એક દર્દનાક ઘટના બની છે. જ્યા એક બાળકનું અણધાર્યું મૌત થયું હતું.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

ઘટના અમેરિકાના દક્ષિણ ફ્લોરિડાની છે જ્યા પેમબ્રોક પાઈન્સ સ્થિત નોર્થ પેરી એરપોર્ટ પરથી એક પ્લેને ઉડાણ ભરી હતી, અમુક સમય પછી પ્લેન રીહાયશી વિસ્તારમાં પહોંચ્યું અને ધડામથી  નીચે પડ્યું અને એક કાર પર અથડાયું.

Image Source

દુર્ભાગ્યવશ આ કારમાં એક મહિલા પોતાના ચાર વર્ષના દીકરા સાથે જઈ રહી હતી, અને પ્લેન આ કાર પાર પડ્યું. પ્લેન જમીન સાથે અથડાયા પછી ઘસડાઈને આગળ ગયું અને ક્ષણવારમાં જ ભડકો થઇ ગયું.

Image Source

આ દર્દનાક ઘટનામાં પાયલોટ સહીત અન્ય બે વ્યક્તિઓની ઘટના સ્થળે જ મૌત થઇ ગઈ હતી અને કારમાં બેઠેલા માં-દીકરાને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યા ચાર વર્ષના દીકરાની મૌત થઇ ગઈ અને મહિલાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.પુરી ઘટના કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.

Image Source

નેશનલ ટ્રેન્સપોર્ટેશન સેફ્ટિ બોર્ડ પુરી ઘટનાની તપાસમાં લાગેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્લેન વીજળીના તારમાં ફસાઈ ગયું હતું અને ક્રેશ થઇ ગયું હતું. ત્યાં એક મહિલાએ જણાવ્યું કે તેને લાગ્યું કોઈ બૉમ્બ ફૂટ્યો છે અને બહાર જઈને જોયું તો ચારે બાજુ આગ જ આગ હતી. મહિલાએ પોતાનો ડર વ્યક્ત કરતા કહ્યું કે તે પણ અવાર નવાર પોતાના બાળકો સાથે બહાર જાય છે, અને આ વિમાન તેના પર પણ પડી શકતું હતું”. બાળકના મૌતથી આસપાસના લોકોમાં દુઃખનો માહોલ સર્જાયો છે.

Image Source

જુઓ આ દર્દનાક ઘટનાનો કેમેરામાં કૈદ થયેલો વીડિયો…

Krishna Patel