દુઃખદ: અમેરિકામાં પીનલ પટેલને ઘરમાં ઘૂસીને ગોળી મારતા થયું નિધન, લોકોમાં ફફડાટ, જાણો શું હતું કારણ

વિદેશનો મોહ રાખનારાઓ ચેતજો, અમેરિકામાં એટલાન્ટામાં પટેલ પરિવારના 3 લોકોને ઘરમાં ઘૂસી ગોળી મારી, એકનું ત્યાં જ મોત થયું, જુઓ તસવીરો

ઘણા બધા ગુજરાતીઓ એવા છે જે વિદેશમાં રહે છે અને ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે વિદેશમાં રહેતા ગુજરાતીઓ સાથે સ્થાનિકો દ્વારા બર્બરતા કરવામાં આવે છે. તો ઘણીવાર તેમની હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા કરી દેવામાં આવી છે, આ હત્યા બાદ ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના એટલાન્ટામાં રહેતા અને મૂળ કરમસદના પીનલ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતીમાં ઘરમાં લૂંટના ઇરાદે આવેલા 3 લોકોએ ફાયરિંગ કરીને પીનલ પટેલને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ ઘટનામાં પીનલ પટેલના પરિવારમાંથી તેની પત્ની અને દીકરીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 

ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતીની આ રીતે હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પરિવાર જયારે બહારથી ઘરમાં પ્રવેશ્યો ત્યારે લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા અશ્વેત લોકોએ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પીનલ પટેલનું મોત થયું જયારે તમેની પત્ની રૂપાલ પટેલ અને દીકરી ભક્તિ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

પીનલ પટેલનું ઉંમર 52 વર્ષની હતી. સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીર રીતે નોંધ લેતા તપાસનો દોર આરંભ્યો હતો. હત્યારાઓને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા અને તેના આધારે તપાસ પણ આરંભી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાંથી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પર હુમલો થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે.

Niraj Patel