ખબર

દિવગંત બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું શહડોલમાં હતું ખુબ જ સુંદર ઘર, જુઓ તેમની અને પરિવારની ખાસ તસવીરો

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાએ આખા દેશને ઝકઝોરીને રાખી દીધો ત્યારે આજે અમે તમને સીડીએસ બિપિન રાવતની પત્નીના સુંદર ઘર અને તેમના વિશેની કેટલીક માહિતી જણાવીશું.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નિધનના સમાચાર સાંભળીને તેમના ગામ પૌડીમાં પણ શોકની લહેર છે. મધ્યપ્રદેશના શહડોલ સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. કારણ કે તેમની પત્ની મધુલિકા અહીંની દીકરી હતા. આ દુર્ઘટના પછી અહીં દરેક વ્યક્તિ દુઃખી છે અને બિપિન રાવત અને મધુલિકાને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

શહડોલમાં મોટાભાગના લોકોના મોબાઈલમાં વોટ્સપ સ્ટેટ્સમાં બુધવાર 8 ડિસેમ્બરના રોજ થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવવા વાળા CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની તસવીરો જોવા મળી.

ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના સમાચારથી શાહડોલના વાતાવરમાં પણ ઉદાસી છવાઈ ગઈ હતી અને લોકો પોતાના પ્રિયજનોને ગુમાવતા દુઃખી થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે સીડીએસ જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકાનું પિયર શહડોલનું સોહાગપુર હતું. આ કારણે બિપિન રાવત અહીંયાના જમાઈ થતા હતા, જેના કારણે શહડોલમાં તેમની ઘણી યાદો જોડાયેલી છે.

મધુલિકા શહડોલના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવનારા મૃગેન્દ્ર સિંહની પુત્રી હતા. જેના કારણેઆ વિસ્તારના લોકો બિપિન રાવતને લઈને પોતાની જાતને પણ ગૌરવાન્વિત અનુભવતા હતા.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને બે દીકરીઓ છે. જેમના નામ કૃતિકા અને તારિણી છે.

જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની દીકરી કૃતિકાના લગ્ન મુંબઈમાં થયા છે. આ તસવીરમાં મધુલિકા દીકરી કૃતિકા સાથે જોવા મળી રહી છે. તેના ખોળામાં એક બાળક પણ છે.