PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસમાં થયો ખુલાસો, પતિના થયા હતા બે લગ્ન જેને કારણે…

સ્વીટીબેન ગુમ થવામાં કોની ભૂમિકા? હવે આવી ગયો નવો વળાંક- જાણો

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે 11 જૂનના રોજ સ્વીટીબેનના પતિ અજય દેસાઇએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, 6 જૂનની રાત્રે સ્વીટી પટેલ કોઈ કારણોસર જતા રહ્યા હતા અને તે બાદ આજ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી.

હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે. પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, સ્વીટી બેન જે રાત્રે ગુમ થઇ ગયા હતા તેની આગળની રાત્રે પતિ અને પત્ની વચ્ચે પૂર્વ પત્નીને છૂટેછેડા આપવા માટે ઝઘડો થયો હતો. અજય દેસાઇ અને સ્વીટી પટેલ લગ્ન કર્યા પહેલા લીનઇનમાં રહ્યા હતા અને તેમણે વર્ષ 2016માં સ્વીટી સાથે ફૂલહાર કર્યા હતા, જો કે, તેમણે વર્ષ 2017માં એક અન્ય યુવતિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સ્વીટીએ બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસર પત્ની રાખવા જણાવ્યુ હતુ. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને હતો જો કે, ઝઘડો વધવા પણ લાગ્યો હતો.

હવે આ બાબતે બીજો એક પણ ખુલાસો થયો છે કે, પોલિસ તપાસમાં એ સામે આવ્યુ છે કે, સ્વીટી પટેલના ગાયબ થવા બાદ પીઆઇ દેસાઇ ભરૂચ ગયા હતા. FSLની ટીમ પીઆઇના સમા સાવલી રોડના ભાડે પેન્ટ હાઉસ અને જીપ કારની તપાસ કરી રહી છે. આ સાથે જ પોલિસ અજય દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવશે.

આ બાબતે પીઆઇની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. આ બાબતે બીજો એક પણ ખુલાસો થયો છે કે સ્વીટી પટેલ તેમના અગાઉના પતિ સાથે સંપર્કમાં હતા તેમનું નામ હિતેશ પંડ્યા હતા. તેમના પૂર્વ પતિ અને પુત્ર બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઓસ્ટ્રોલિયામાં રહેતો તેમનો પુત્ર પણ ચિંતામાં છે.

Shah Jina