સૌથી મોટી ખુશખબરી: ચૂંટણી પહેલાં દેશભરમાં પેટ્રોલ-ડીઝલ થઇ ગયું સસ્તું થયું: જાણીને લેવા દોડશો

સામાન્ય જાણતા માટે ખુશખબરી આવી ગઈ છે. લોકસભાની ચૂંટણીની તારીખની જાહેર થાય એ પહેલાં ભારત સરકારે ઇંધણના ભાવ ઘટાડીને સૌને ચોંકાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપી છે. ઇંધણના ભાવ ઘટાડયા છે,

જે કાલે સવારથી અમલી બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પેટ્રોલના લીટર દીઠ બે રૂપિયા અને ડીઝલમાં પણ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે આવતીકાલ સવારે 6 વાગ્યાથી નવો ભાવ અમલી બનશે. ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત થઈ શકે છે,

પણ આ ઘટાડો ચૂંટણીલક્ષી છે, એવો રાજકીય પક્ષોએ દાવો કર્યો હતો. ભાવમાં ઘટાડો કર્યા પછી પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 87.62 રૂપિયામાં મળશે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.

લોકસભા ચૂંટણી પહેલા ગુરૂવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું છે. આજે અગાઉ રાજસ્થાન સરકારે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. તમને જણાવી દઈએ કે 2 મહિના પહેલા હિન્દુસ્તાન ટાઈમ્સે સત્તાવાર સૂત્રોને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો

જેમાં જણાવ્યું હતું કે 1 વર્ષમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 15%નો ઘટાડો થયો છે. આ સાથે, ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો ચોખ્ખો નફો ત્રીજા ક્વાર્ટરમાં ₹75,000 કરોડને વટાવી જવાની શક્યતા છે. ઇંધણના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાની એક્સ પર જાહેરાત કરી હતી.

YC