ખુશખબરી: ફરી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલના ! જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને જનતા ખુબ જ ચિંતિત છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે ઘણી વસ્તુઓની મોંઘવારીમાં પણ વધારો થયો છે જેના કારણે મિડલ ક્લાસ વ્યક્તિની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં છેલ્લા થોડા દિવસોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે.

વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ઇંધણની કિંમતોમાં કટૌતી આવી છે. ઇંટરકાંટિનેંટલ એક્સચેંજ પર બ્રેંટ કાચા તેલનો ઓક્ટોબર અનુબંધ 65.18 ડોલર પર કારોબાર કરી રહ્યો હતો.

જાણો પેટ્રોલ ડિઝલના ભાવ :

  • અમદાવાદ : પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76
  • સુરત : પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65
  • દિલ્હી : પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92
  • મુંબઈ : પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48
  • ચેન્નાઈ : પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52
  • કોલકાતા : પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98

કેંદ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યુ કે, સરકાર ઇંધણની કિંમતોમાં વૃદ્ધિના મુદ્દા પર ઘણી સંવેદનશીલ છે અને આવનાર મહિનામાં લોકોને કેટલીક રાહત મળશે. મંત્રીએ કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ધીરે ધીરે નીચે આવી રહી છે અને સ્થિર થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં પહેલા કોમર્શિયલ LNG ફિલિંગ સ્ટેશનનું ઇદ્ઘાટન કર્યુ, આ દરમિયાન તેમણે કહ્યુ કે, LNG, CNG અને ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણના અધિક ઉપયોગથી પેટ્રોલ કિંમતોમાં વધારાથી રાહત મળશે.

Shah Jina