એક્શન! RBIની મોટી કાર્યવાહી, આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, ગ્રાહકોની થાપણો જોખમમાં? જુઓ તમારું ખાતું તો નથી ને

RBIએ વધુ એક કો-ઓપરેટીવ બેન્કનું બેન્કનું લાઇસન્સ રદ્દ કરવાનો નિર્ણય લેતાં તેના ગ્રહકો ચિંતામાં મુકાયા છે. જણાવી દઈએ કે, RBIએ લખનઉની એચસીબીએલ કો-ઓપરેટીવ બેન્કનું લાઇસન્સ રદ કરી દીધું છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, બેંક પાસે ન તો પૂરતી મૂડી છે કે ન તો ટકાઉ કમાણીની સંભાવનાઓ છે અને તેથી તે કામગીરી ચાલુ રાખવા માટે યોગ્ય નથી. જેના કારણે તેનું લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે. RBIએ 19 મેના રોજ પોતાના નિવેદનમાં કહ્યું કે, HCBL Co-operative Bankએ 19 મેની સાંજથી કામકાજ બંધ કરી દીધું છે.

ઉપરાંત, ઉત્તર પ્રદેશના સહકારી કમિશનર અને રજિસ્ટ્રારને પણ બેંકને સત્તાવાર રીતે બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. RBI એ સ્પષ્ટતા કરી છે કે લિક્વિડેટર્સ પર પ્રત્યેક ડીપોઝીટર્સ DICGC પાસેથી 5 લાખ રૂપિયા સુધીની પોતાની જમા રાશિ પર ડિપોઝીટ ઇન્શ્યોરન્સ ક્લેમ એમાઉન્ટ પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે. વધુમાં કહ્યું કે બેન્ક ડેટા અનુસાર, 98.69 ટકા ડીપોઝીટર્સ DICGC પાસેથી પોતાની જમા રકમની સંપૂર્ણ રકમ પ્રાપ્ત કરવાના હકદાર છે. DICGCએ 31 જાન્યુઆરી, 2025 સુધી કુલ ઇન્શ્યોર્ડ ડીપોઝીટમાંથી 21.24 કરોડ રૂપિયાનું પેમેન્ટ પેહેલેથી જ કરી દીધું છે.

RBIએ કહ્યું કે, કો-ઓપરેટીવ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના કેટલાક સેક્શન્સની જરૂરિયાતો પૂરી કરવામાં ફેઈલ રહી છે અને બેન્ક ચાલુ રાખવી તેના ડીપોઝીટર્સના હિતમાં નથી. લાઇસન્સ રદ્દ કરવાના પરિણામે HCBL કો-ઓપરેટીવને તત્કાલ પ્રભાવથી ડિપોઝીટ એન્ડ વિડ્રોઅલ સહીત બેન્કિંગ કામકાજ બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે, બેન્ક ડૂબવા પર કે દેવાદાર થવા પર ડીપોઝીટર પાસે એકમાત્ર રાહત ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું ઇન્શ્યોરન્સ કવર હોય છે. DICGC અંતર્ગત ઇન્શ્યોરન્સ કવર 5 લાખ રૂપિયા સુધીનું મળે છે. એક જ બેંકમાં તમારા બધા જ એકાઉન્ટ્સના કુલ ગમે તેટલા રૂપિયા કેમ ન હોય, તમને માત્ર 5 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળશે. આ રકમમાં મૂડી અને વ્યાજની રકમનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે એપ્રિલ 2025 માં પણ RBI એ ઘણી સહકારી બેંકો સામે કાર્યવાહી કરી હતી. તે સમયે, અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, ઔરંગાબાદની અજંતા અર્બન કો-ઓપરેટિવ બેંક અને જલંધરની ઇમ્પિરિયલ અર્બન કો-ઓપરેટિવ બેંક જેવી ઘણી બેંકોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા.

Raina
error: Unable To Copy Protected Content!