સ્કૂટર ઉપર આ વ્યક્તિએ ભરી દીધો એટલો સામાન કે બેસવાની પણ જગ્યા ના રહી, પછી કર્યો એવો જુગાડ કે લોકોએ કહ્યું “આ છે રિયલ બાદશાહ”, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જરૂર મળી જાય છે, ઘણા લોકો તો એવા જુગાડુ હોય છે કે તેમના વીડિયોને જોઈને વિદેશીઓ પણ આંખો ચોળતા રહી જાય. સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો તેને બાદશાહ કહી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સ્કૂટર લઈને રસ્તા પર શાનદાર રીતે ચાલી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તે વ્યક્તિએ પોતાના સ્કૂટર ઉપર બહુ જ બધો સામાન પણ લાદી દીધો છે. તે છતાં પણ ખુબ જ ઠાઠ માઠ સાથે આ ભાઈ સ્કૂટર ચલાવી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ સંપૂર્ણપણે ચોંકી ગયા છે અને આ વીડિયો પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સ્કૂટી પર ખૂબ જ આનંદ સાથે રસ્તા પર જઈ રહ્યો છે. આ સ્કૂટીમાં એટલો બધો સમાન લદાયેલો છે કે તેને સંતુલિત કરવું એક પડકાર લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે  “આ બેલેન્સવીર છે.  તો અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું – આ ખરેખર જોખમોનો ખેલાડી છે.” તો કોઈ તેને બાદશાહ કહી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ જોખમી રીતે બેલેન્સ કરીને સ્કૂટીમાં મુસાફરી કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ વીડિયોને જોયા બાદ સંપૂર્ણપણે હેરાન છે.

Niraj Patel