રોડ પર ટ્રાફિકમાં ફસાયેલા આ વ્યક્તિને લાગી એવી જોરદાર બાથરૂમ કે ગાડીનો દરવાજો ખોલીને ઉભા ઉભા જ… જુઓ વીડિયો

બિચાર કાર ચાલકની કેવી મજબૂરી હશે ? ટ્રાફિક વચ્ચે બાથરૂમ લાગતા જ કારના દરવાજા પર મારી દીધી ધાર… વીડિયો થયો વાયરલ

Person stuck in traffic urinated on the road : દેશમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, આજે મોટાભાગના લોકો પાસે બાઈક અને કાર જોવા મળે છે, ત્યારે રસ્તા પર પણ ઘણીવાર આ વાહનોના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે. ત્યારે આ જામ ઘણીવાર એટલો લાંબા સમય સુધી લાગી જાય છે કે લોકો પોતાના વાહનમાં બેઠા બેઠા જ કંટાળી જતા હોય છે ત્યારે જો આવા સમયે બાથરૂમ કે ટોયલેટ લાગે તો શું હાલ થાય એ સમજી શકો છો અને તેમાં પણ જો ડ્રાઈવરને આવું કઈ થાય તો બિચારો શું કરે ?

રસ્તા પર હતો ટ્રાફિક જામ :

હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટ્રાફિકમાં ફસાયેલા એક કાર ચાલકે કારની બહાર નીકળીને ટ્રાફિકમાં જ પેશાબ કરવાનું ચાલુ કરી દીધું. આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા પર ભારે ટ્રાફિક જામ છે. ડિવાઈડરની બીજી બાજુએ વાદળી શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલો એક માણસ સફેદ કારનો દરવાજો ખુલ્લો રાખીને ઊભો છે. ટ્રાફિકમાં હોય ત્યારે તે લોકોની સામે પેશાબ કરવા લાગે છે. આ જોઈને બાઈકર્સ પણ હસવા લાગે છે.

ગાડીના દરવાજા પર કર્યો પેશાબ :

આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ વગેરે પર આડેધડ શેર કરવામાં આવી રહી છે. X યુઝર @arayaawww એ વિડિયો પોસ્ટ કર્યો અને લખ્યું – લખનઉ નવા નિશાળીયા માટે નથી.” જ્યારે કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો દિલ્હીનો છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી.

લાખો લોકોએ જોયો વીડિયો :

આ પોસ્ટને અત્યાર સુધી અલગ અલગ સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ ચુક્યા છે, જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- તે ખૂબ જોરથી બોલ્યો હશે, મારે કારમાં શું કરવું જોઈએ. બીજાએ કહ્યું – કદાચ એ સજ્જન મજબૂરીમાં હતા કારણ કે ટ્રાફિક ખૂબ જ ભારે હતો. ઘણી વખત શારીરિક સમસ્યા એવી બની જાય છે કે તેનો કોઈ સારો ઉકેલ મળતો નથી.

Niraj Patel