પરિવારે પોપટના પહેલા જન્મ દિવસ પર માથામાં કર્યું તિલક, પાંજરામાંથી બહાર આવીને ચાંચમાં ચાકુ લઇ કાપી કેક, હેપ્પી બર્થ ડે પણ કહ્યું, જુઓ
ઘણા લોકોને તમે તેમના જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી માનવતા જોયા હશે. જન્મ દિવસે ઘણા લોકો મોટી મોટી પાર્ટીના આયોજનો કરે છે અને કેક પણ કાપતા હોય છે. તો ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પેટ પણ રાખતા હોય છે અને તેમના જન્મ દિવસની ઉજવણી પણ તેઓ ખાસ અંદાજમાં કરતા હોય છે.
ત્યારે હાલ એક એવો અનોખો મામલો સામે આવ્યો છે જેણે સૌના દિલ જીતી લીધા છે. એક માલિકે તેમના પાલતુ પોપટના જન્મ દિવસને ખુબ જ શાનદાર રીતે મનાવ્યો હતો. ખાસ વાત તો એ હતી કે આ પોપટ જાતે પંજારામાંથી બહાર આવ્યો અને કેક કાપી હતી સાથે જ તેને હેપ્પી બર્થ ડે અને બાય બાય પણ કહ્યું હતું.
આ અનોખો મામલો સામે આવ્યો છે બિહારના ગયામાંથી. જ્યાંની મગધ યુનિવર્સીટી શાખાના અધિકારી અમરનાથ પાઠક અને તેમના પરિવાર દ્વારા તેમના પાલતુ પોપટ “શિવા”નો પહેલો જન્મ દિવસ ખુબ જ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જેના માટે પરિવાર દ્વારા ખાસ કેક પણ મંગાવી હતી.
શિવા કેક કાપવા માટે પોતાના પાંજરામાંથી બહાર આવ્યો અને પ્લાસ્ટિકની છરીથી તેણે કેક કાપી હતી અને પછી પોતાની ચાંચથી તેને કેક પણ ખાધી હતી. આ ઉપરાંત પરિવારના સભ્યો જયારે હેપ્પી બર્થ ડે બોલ્યા ત્યારે તેને પણ હેપ્પી બર્થ ડે કહીને બધાના દિલ જીતી લીધા હતા. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પોપટના જન્મ દિવસના વિડીયો અને તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.