લો બોલો… ગીર ગઢડાના આ ભાઈએ છૂટાછેડાના એક વર્ષ પૂર્ણ થતા આખા ગામમાં વહેંચ્યા પેંડા, જુઓ

ગજબ કેવાય, જરાક વિચારો આ ભાઈની પત્ની કેવી હશે…છૂટાછેડામાં હરખાતા ભાઈએ આખા ગામમાં પેંડા વહેંચ્યા, જુઓ તસવીરો

આપણા સમાજમાં આજે પણ છૂટાછેડાને એક કાળી ટીલી સમાન જોવામાં આવે છે. પરંતુ આજે ઘણા સમાજમાં છૂટાછેડાના કિસ્સો સતત વધતા હોવા મળી રહ્યા છે. ત્યારે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય એ સમય દરમિયાન પણ કોર્ટમાં ઘણી તારીખો પડતી હોય છે અને માણસ માનસિક રીતે પર્સન થાકી જતો હોય છે. ત્યારે ઘણા લોકો છૂટાછેડા થયા બાદ દુઃખ અનુભવે છે તો ઘણા લોકો હાશકારો પણ અનુભવતા હોય છે.

તમે મોટાભાગના લોકોને લગ્નની વર્ષ ગાંઠ ઉજવતા જોયા હશે. પરંતુ હાલ ગીર ગઢડામાં એક ભાઈ છૂટાછેડાની ઉજવણી કરતો જોવા મળ્યો. એક યુવકે છૂટાછેડાના એક વર્ષ પૂર્ણ થવા પર આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ યુવકે જ્યારે છૂટાછેડા થયા હતા ત્યાર પણ ગામમાં આજ રીતે પેંડા વહેંચ્યા હતા. હવે એક વર્ષ બાદ પણ તેને આ ઉજવણી ફરીથી કરી હતી. જેને લઈને તે ફરીથી ચર્ચામાં આવ્યો છે.

આ મામલો સામે આવ્યો છે ગીર ગઢડા તાલુકામાં આવેલા નવા ઝાંખીયા ગામમાંથી. જ્યાં રહેતા ભરતભાઈ કોટડિયાના લગ્ન 2018માં તેમની જ જ્ઞાતિની કોદિયા ગામની યુવતી સાથે સમાજના રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. તમેનું આ લગ્ન જીવન 3 વર્ષ જેટલું ચાલ્યું અને પછી ઘરકંકાસના કારણે તમેને વર્ષ 2021માં છૂટાછેડા લીધા. છૂટાછેડા થયા બાદ ઉજવણી કરતા તેમને પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને પેંડા વહેંચ્યા હતા.

એ સમયે તેમના દ્વારા કરવામાં આવેલી આ ઉજવણી ખુબ જ વાયરલ થઇ રહી હતી અને ત્યારે પણ તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યારે હવે ફરી એકવાર તેમના છૂટાછેડાને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે પણ તેમને આખા ગામમાં પેંડા વહેંચીને ઉજવણી કરી હતી. ભરતભાઈ ગામમાં જ પાનનો ગલ્લો ચલાવે છે. ભરતભાઈ આ ઉજવણીના કારણે એટલા બધા ફેમસ બની ગયા છે ગામમાં ડાયરો હોય તો પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!