ગૃહિણીઓના રસોડા પર આવી મોટી ફટકાર! સીંગતેલ, કપાસિયા તેલમાં અધધધધ નો વધારો, જાણો નવી કિંમત
ફરી એકવાર મોંઘવારીને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે કારણ કે તેલના ડબ્બાના ભાવમાં વધારો ઝિંકાયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે 50નો વધારો જ્યારે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 60નો વધારો ઝિંકાયો છે. ભાવ વધારા બાદ સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.2720એ પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1590એ પહોંચ્યો છે.
સીંગતેલમાં ડબ્બે 50 રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા પહેલા સીંગતેલનો ડબ્બો 2670માં મળતો હતો જ્યારે હવે 50 રૂપિયા વધી 2720 રૂપિયામાં મળશે, કપાસિયા તેલનો ડબ્બો પહેલા 1530 રૂપિયે હતો, જેમાં 60 રૂપિયા વધતા ભાવ 1590 થયો છે. સરકારે લોકસભા ચૂંટણી પહેલા લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો જોકે બીજી બાજુ તેલના ભાવમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સમયસર અને સારો વરસાદના કારણે મગફળીનો પાક સારા એવા પ્રમાણમાં થયો હતો. તેમજ દિવાળી અને અન્ય તહેવારો પહેલા મીલોમાં પણ પિલાણની શરુઆત થઇ ગઇ છે. સારા પાકને કારણે ભાવ ઘટશે તેવી ચર્ચા હતી પરંતુ લોકોની ધારણા ઉલટી પડી અને ભાવ ઘટવાને બદલે વધતો જોવા મળ્યો.