બોલીવુડની મશહૂર અભિનેત્રીએ હાથોમાં લગાવી થવાવાળા પિયાના નામની મહેંદી, તાજનગરી આગ્રામાં બોયફ્રેન્ડ સાથે ફરશે ફેરા

આલિયા ભટ્ટ પછી 37 વર્ષની અભિનેત્રી હવે આખરે પરણવા જઈ રહી છે, મહેંદી સેરેમનીની તસવીરો આવી સામે

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી પાયલ હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. અભિનેત્રી 9 જુલાઈએ આગ્રામાં તેના બોયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે ફેરા ફરવાની છે. તાજેતરમાં જ પ્રખ્યાત રિયાલિટી શો લોક અપની પ્રથમ સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળેલ પાયલ અને સંગ્રામે આ શો દરમિયાન જ તેમના લગ્નની જાહેરાત કરી હતી.

બુધવારે રાત્રે આગ્રામાં તેની મહેંદી સેરેમની થઈ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં પાયલ પિંક કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તે આ દરમિયાન ઘણી જ ખુશ લાગી રહી છે અને તેના ચહેરા પર લગ્નની ચમક પણ જોવા મળી રહી છે. પાયલે તાજેતરમાં જ એક વાતચીતમાં કહ્યું હતું કે તેના લગ્ન સમારંભ ખૂબ જ ખાનગી હશે, જેમાં બંને પક્ષના પરિવારના સભ્યો ઉપરાંત માત્ર પસંદગીના મિત્રો જ સામેલ થશે.

અહેવાલો અનુસાર, પાયલ અને સંગ્રામના લગ્ન માટે બે રિસેપ્શન હશે. પહેલું રિસેપ્શન 14 જુલાઈએ નવી દિલ્હીમાં અને બીજું રિસેપ્શન મુંબઈમાં યોજાશે, જેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પાયલે 20 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે અને સંગ્રામ લગ્ન કરવાના છે. સંગ્રામને ટેગ કરીને તેણે લખ્યું કે અમે જુલાઈમાં લગ્ન કરીશું. 37 વર્ષની પાયલ સંગ્રામ કરતાં 8 મહિના મોટી છે. બંને લગભગ 12 વર્ષથી સાથે છે.

પાયલ અને સંગ્રામની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે બંને રિયાલિટી શો ‘સર્વાઈવર ઈન્ડિયા’માં સ્પર્ધક તરીકે દેખાયા હતા. પાયલ અને સંગ્રામની સગાઈ લગભગ 8 વર્ષ પહેલા 2014માં અમદાવાદમાં થઈ હતી. આ વર્ષે જ્યારે પાયલ કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં સ્પર્ધક હતી, ત્યારે સંગ્રામ ફેમિલી સ્પેશિયલ એપિસોડમાં તેને પ્રોત્સાહિત કરવા આવ્યો હતો. આ દરમિયાન સંગ્રામે પાયલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

12 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે આ કપલ હવે કાલે લગ્નના બંધનમાં બંધાશે.ઉલ્લેખનીય છે કે, લગ્નના બંધનમાં બંધાતા પહેલા આગ્રાના રાજેશ્વર મહાદેવ મંદિરમાં પાયલ અને સંગ્રામે પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ દરમિયાન કડક વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે હજારો લોકો સંગ્રામ સિંહ અને પાયલ રોહતગીને જોવા માટે મંદિરમાં એકઠા થયા હતા.

પરંતુ સ્નેહીજનોના પ્રેમ અને પોલીસ દ્વારા કરવામાં આવેલ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાદેવની પૂજા શાંતિ અને ખુશીથી સંપન્ન થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પાયલે ‘પ્લાન’, ‘રક્ત’, ‘કોર્પોરેટ’, ‘ઢોલ’ અને ‘દિલ કબડ્ડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટીવી પર ‘ફિયર ફેક્ટર ઈન્ડિયા 2’, ‘બિગ બોસ 2’ અને ‘નચ બલિયે 7’ જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે.સંગ્રામ વિશે વાત કરીએ તો, કુસ્તીબાજની સાથે તે સ્વાસ્થ્ય ગુરુ, પ્રેરક છે. તે ‘બિગ બોસ 7’ અને ‘નચ બલિયે 7’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી ચૂક્યો છે.

Shah Jina