2 છોકરા પછી ફરી એકવાર ટ્વિન્સ બાળકોનો બાપ બન્યો બે પત્નીઓ ધરાવતો મશહૂર યૂટયૂબર અરમાન મલિક, જાણો શું નામ રાખ્યા છોકરાઓના…

અરમાન મલિક ચાર બાળકોનો બાપ બન્યો, પહેલી પત્ની પાયલે આપ્યો જુડવા બાળકોને જન્મ, જાણો બેબી ગર્લ કે બેબી બોય અને શું નામ રાખ્યા

Armaan Malik Twins Baby: ફેમસ યુટ્યુબર અરમાન મલિક (Armaan Malik) હવે ચાર બાળકોનો પિતા બની ગયો છે. અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે (Kritika Malik) થોડા દિવસો પહેલા જ દીકરા ઝૈદ મલિકને જન્મ આપ્યો હતો. ત્યારે ગવે અરમાનની પહેલી પત્ની પાયલ (Payal Malik) પણ ફરી એકવાર માતા બની ગઇ છે અને તેણ જોડિયા બાળકોને (Twins Baby) જન્મ આપ્યો છે.

અરમાને ખુદ પોતાના બ્લોગ દ્વારા ફેન્સને આ માહિતી આપી હતી. જણાવી દઈએ કે પાયલ બીજી વખત માતા બની છે અને તેણે એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો છે. ત્યાં યુટ્યુબરે તેના જોડિયા બાળકોના નામ પણ જાહેર કર્યા છે. તાજેતરના બ્લોગમાં અરમાન મલિકે ચાહકોને બાળકોની ઝલક બતાવી હતી પરંતુ તેમના ચહેરાને અસ્પષ્ટ કરી દીધા હતા.

આ બ્લોગમાં તેણે પોતાના બે બાળકોના નામ પણ જાહેર કર્યા હતા. અરમાનની બીજી પત્નીએ ચાહકોને જણાવ્યું કે, તેમણે તેમની પુત્રીનું નામ તુબા મલિક અને પુત્ર અયાન મલિક રાખ્યું છે. કૃતિકાએ એમ પણ જણાવ્યું કે પાયલના પહેલા પુત્ર ચિરાયુના જન્મ સમયે પણ અરમાનને એક પુત્રી જોઈતી હતી અને ત્યારે જ તેણે તેનું નામ તુબા રાખવાનું વિચાર્યું હતુ.

જણાવી દઈએ કે ‘સ્વર્ગમાં એક ટ્રી છે, તેનું નામ છે તુબા’.. તેનો બીજો અર્થ ‘લવેબલ’ પણ થાય છે. યુટ્યુબર અરમાન મલિકે ખૂબ જ ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેની બે પત્નીઓ છે, જેઓ એક જ ઘરમાં પ્રેમથી સાથે રહે છે. અરમાનની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પણ તેની જેમ ખૂબ લોકપ્રિય છે. બંને સાથે રીલ્સ પણ બનાવે છે અને એકબીજા સાથે સારુ બોન્ડિંગ શેર કરે છે.

અરમાને વીડિયો સિવાય એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે પાયલ, કૃતિકા અને ચિરાયુ સાથે જોવા મળી રહ્યો હતો. અરમાને આ તસવીર શેર કરી ખુશખબરી આપી અને લખ્યું, “આખરે પાયલ માતા બની ગઈ, ગેસ કરો ?” જો કે, તે બાદ યૂટયૂબ બ્લોગમાં તેણે ખુલાસો કર્યો છે પાયલે એક છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો છે.

Shah Jina