ટીવીની આ ફેમસ હિરોઈને સિદ્ધાર્થનું એવું રહસ્ય ખોલ્યું કે જાણીને અચંબામાં પડી જશો
અભિનેતા સિદ્ધાર્થ શુકલા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યો ગયો છે. આ દુનિયામાં હવે તેની ભરપૂર યાદો રહી ગઈ છે. સિદ્ધાર્થના ચાહવા વાળાને તો હજુ પણ તેના ના હોવાનો વિશ્વાસ નથી આવ્યો રહ્યો. તેના પરિવાર અને ચાહકો સાથે સિદ્ધાર્થને ખોવાણું સૌથી વધુ દુઃખ શહનાઝ ગિલને છે. શહનાઝ અને સિદ્ધાર્થ એકબીજાના ખુબ જ નજીક હતા. સોશિયલ મીડિયામાં પણ તેમની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
સિદ્ધાર્થ વિશે ઘણા બધા સેલેબ્રિટીઓ વાત કરતા જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ વિશેની ઘણી પોસ્ટ પણ તેમને સોશિયલ મીડિયામાં કરી છે. ત્યારે અભિનેત્રી પવિત્રા પુનિયાએ પણ સિદ્ધાર્થ વિશે વાત કરી છે. આ દરમિયાન તે શહનાઝ ગિલ વિશે પણ વાત કરતી જોવા મળી હતી. પવિત્રાએ જણાવ્યું કે સીડનાઝનો સંબંધ કેવો હતો અને સિદ્ધાર્થના ગયા બાદ શહનાઝની હાલત જોઈને તેમનો આત્મા પણ કંપી ઉઠે છે.
પવિત્રા પુનિયાએ કહ્યું કે તે હજુ પણ સિદ્ધાર્થને ખોવાના દુઃખથી ઝઝૂમી રહી છે. તો આટલી સફરમાં સિદ્ધાર્થની સફળતાને લઈને પવિત્રાને તેના ઉપર ગર્વ પણ અનુભવાઈ રહ્યો છે. પવિત્રા કહે છે સિદ્ધાર્થ આવતા થોડા વર્ષોમાં એ બધું જ મેળવી શકતો હતો જેની તેને કલ્પના પણ નહોતી કરી.
શહનાઝ ગિલને લઈને પવિત્રાએ તેના તાજા ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું કે, “આજે જયારે હું શહનાઝને જોઉં છું ત્યારે મારો આત્મા કંપી ઉઠે છે. આ બંને વચ્ચે જેવો સંબંધ હતો તેના સંબંધના લોકો સપના જુએ છે. હું નહિ કહું કે આ મિત્રતા હતી કે પછી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ. આ સંબંધ પતિ પત્નીથી કમ નહોતો. સોની મહીવાલ-રોમિયો જુલિયટ બાદ લોકો સિદ્ધાર્થ-શહનાઝને યાદ કરશે !”
પવિત્રા કહે છે કે હું “તેના ચાહકો આ જોડીના દીવાના હતા. હું શહનાઝ અને સિડની જોડીના પ્રેમમાં પાગલ હતી. અને આશા રાખું છે કે તે પોતાને મજબૂત રાખીને આ દુઃખમાંથી પસાર થઇ શકે. પવિત્રા જણાવે છે કે સિદ્ધાર્થના મિત્રો અને પરિવારજનો શહનાઝ ગીલની સાથે છે.