ડોક્ટરની પત્ની અને જિમ ટ્રેનર વચ્ચે એવો તો શું હતો સંબંધ ? કે 1100 વાર ફોનમાં થઇ હતી વાત ? 5 ગોળીઓ વાગવા છતાં પહોંચ્યો હતો હોસ્પિટલ

દિગ્ગજ ડોક્ટરની રૂપાળી પત્ની અને જીમ ટ્રેનર વચ્ચે હતું ઇલુ ઇલુ, છેલ્લે આ લફરાંનો આવ્યો ખોફનાક અંજામ- જુઓ

શનિવારના રોજ એક જિમ ટ્રેનરને ગોળીઓ મારવામાં આવી હતી. આ મામલામાં એક પછી એક મોટા ખુલાસાઓ થતા જોવા મળી રહ્યા છે. ગત રોજ સામે આવ્યું હતું કે જિમ ટ્રેનર વિક્રમને અઢી મહિના પહેલા જ ધમકી મળી હતી. જેનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. ત્યારે હવે આ મામલામાં એક બીજો ખુલાસો પણ સામે આવ્યો છે.

 

જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિક્રમને બે ગોળી હાથ ઉપર, બે ગોળી પગમાં અને એક ગોળી તેની પીઠમાં વાગી હતી. લોહીથી લથબથ વિક્રમ સિંહ જાતે જ સ્કૂટી ચલાવી અને પીએમસીએચ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેના શરીરમાંથી પાંચ ગોળીઓ બહાર કાઢી નાખી હતી જયારે એક ગોળી તેની કમરમા જ ફસાઈને રહી ગઈ હતી.

હાલ વિક્રમની હાલત સ્થિર છે. આ મામલાની અંદર ડોક્ટર રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુ સિંહની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમની પુછપરછ પણ ચાલી રહી છે. એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે બધા જ બિંદુઓ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. ગોળી મારનારા બંને બદમાશોની તપાસ પણ ચાલુ જ છે અને તેમની પણ જલ્દી ધરપકડ થશે.

આ પહેલા સામે આવ્યું હતું કે જિમ ટ્રેનર વિક્રમને અઢી મહિના પહેલા જ ધમકી મળી હતી. વિક્રમને મળેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, “હમણાં જ આવીને મારી નાખીશું.” આ ધમકી આપવા વાળા લોકો કોઈ બીજા નહિ પરંતુ પટનાના ફેમસ ફિજીયોથેરાપીસ્ટ ડો. રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુ સિંહ હતા. ડો. રાજીવે કહ્યું કે, “બે મિનિટનું કામ છે આ મર્ડર ફર્ડર યાર.” જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર થયેલા જીવલેણ હુમલામાં રવિવારે દિવ્ય ભાસ્કરની ટીમને એક 2 મિનિટ 9 સેકેંડનો ઓડિયો મળ્યો હતો. આ ઓડિયો લગભગ અઢી મહિના જૂનો જણાવવામાં આવી રહ્યો છે.

ત્યારે આ મામલામાં પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, ડો.રાજીવ સિંહની પત્ની ખુશ્બુ અને જીમ ટ્રેનર વિક્રમ વચ્ચે 9 મહીના દરમિયાન 1100 વાર મોબાઇલ પર વાતચીત થઇ છે. આ વાતચીત આધારે ડોક્ટરની પત્ની અને જીમ ટ્રેનરની વચ્ચે સંબંધને લઇને અલગ અલગ સવાલ ઉઠી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર, પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા અને આ વાતની ભનક ડો.રાજીવ કુમારને લાગી ગઇ હતી.

પહેલા પણ વિક્રમ ઉપર થોડા મહિના પહેલા જીવલેણ હુમલો થયો હતો, તેના ઉપર બ્લેડથી વાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ખભા પાસેનો ભાગ થોડો કપાઈ ગયો હતો અને તેને તે સમયે 14 ટાંકા પણ લાગ્યા હતા. નજીકના લોકોનું માનીએ તો તે સમયે વિક્રમ કઈ બોલી શકતો નહોતો, પરંતુ જયારે એક દિવસ અચાનક ખુશ્બુ તેના ઘરે આવી અને હોબાળો પણ કરવા લાગી. ત્યારે જઈને વિક્રમે તેની ચુપ્પી તોડી. જેના બાદ વિક્રમે જણાવ્યું હતું કે ખુશ્બુએ જ તેના શરીર ઉપર બેલ્ટથી વાર કર્યો હતો. તેને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો.

ઘાયલ વિક્રમે શનિવારના રોજ પોલીસને આપેલા નિવેદનમાં ફિજીયોથેરેપીસ્ટ ડો. રાજીવ અને તેની પત્ની ખુશ્બુ સિંહનું જેવું જ નામ લીધું તેના બાદ પટના પોલીસે તે બંનેને પોતાના કબ્જામાં લઇ લીધા. સવારથી લઈને સાંજ સુધી પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં બંને સાથે પુછપરછ કરવામાં આવી. જેમાં તે બંનેએ પોલીસને પણ ગોળ ગોળ ફેરવ્યા. સીધી રીતે તેમને કહ્યું કે વિક્રમ સાથે પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

Niraj Patel