વડોદરાની હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીના મોત પહેલાનો વીડિયો વાયરલ, હાંફતા હાંફતા કહી ખુબ જ પીડાદાયક વાત, જુઓ તમે પણ

કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે ત્યારે આ દરમિયાન ઘણા દર્દીઓ હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા છે. જેમાંથી ઘણી હોસ્પિટલોમાંથી એવા એવા દૃશ્યો સામે આવે જેને જોઈને આપણું પણ હૈયું કંપી ઉઠે.

હાલ વડોદરા નજીક આવેલી પાયોનિયર હોસ્પિટલમાંથી એવું જ એક કરુણ દૃશ્ય સામે આવ્યું છે, જેમાં એક યુવક વીડિયોની અંદર હાંફતા હાંફતા પોતાની આપવીતી જણાવી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ મરતા પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. દર્દી હાંફતા હાંફતા વીડિયોમાં કહે છે કે, “જાતે ત્રણ દિવસથી પાણી ભરૂ છું.”

મળેલી માહિતી મુજબ પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દી પરેશ ભુરાભાઇ ખાંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, જાતે જ ત્રણ દિવસથી પાણી ભરૂ છું. આટલું કહેવા માટે દર્દીને ભારે શ્રમ પડી રહ્યો હોવાનું અને તેને હાંફ ચઢતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

આટલું કહેતા દર્દી કેમેરાને બીજો બતાવી રહ્યો છે. જેમાં પાણીનો બોટલ નીચે પડી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા 14 દિવસથી સારવાર માટે દાખલ થયેલા આ યુવકનું કોરોનાના કારણે આજે સવારે જ નિધન થઇ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel