BREAKING: પાટીદાર નેતા હાર્દિક પટેલ આ તારીખે આ પાર્ટીમાં જોડાશે, નામ સાંભળીને હોંશ ઉડી જશે

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલના BJPમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે હાર્દિક ક્યારે એટલે કે કઇ તારીખે કેસરિયો ધારણ કરશે તેના સમાચાર આવી ગયા છે. રાજયમાં વિધાનસભા ચૂંટણીને લઇને હાર્દિક પટેલને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં તે સીઆર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ગાંધીનગરમાં 2 જૂનના રોજ હાર્દિક પટેલ 12 વાગ્યે કેસરિયો ધારણ કરશે.

કોંગ્રેસથી નારાજ થયેલ હાર્દિક પટેલના રાજીનામા બાદ તેના ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી અને હવે તે બધાનો અંત આવી ગયો છે. જો કે હવે એ જોવાનું રહ્યુ કે હાર્દિકના ભાજપમાં આવ્યા બાદ તેને કયું પદ સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરી હાર્દિક પટેલે ઘણી ચર્ચાઓ મેળવી હતી અને તે બાદ તે કોંગ્રેસમાં જોડાયો હતો. જો કે, તેણે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.

બીજી બાજુ જોઇએ તો, વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને આના માટે હાર્દિક મહત્વનો રોલ નિભાવશે તેવું લાગી રહ્યુ છે. BJP હાર્દિકને કોઇ મોટી જવાબદારી સોંપી શકે છે. સુરત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાર્દિક સારુ પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રિસાયેલ પાટીદારોને મનાવવા કંઇક મોટુ કરવામાં આવી શકે છે. જો કે હવે હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે ત્યારે જ તેના પદ અને તેના રોલ વિશે ખબર પડશે.

17 મેના રોજ હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામુ આપ્યુ હતુ. ટ્વિટર પર તેણે સોનિયા ગાંધીને સંબોધીને પત્ર પણ લખ્યો હતો. 12 માર્ચ 2019ના રોજ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો અને ત્યારથી અત્યાર સુધી તે કોંગ્રેસમાં રહ્યો. હાલ તેણે પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ખોડલધામમાં પાસ બેઠક કરવામાં આવી હતી.

આ બેઠકમાં આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલ પણ જોડાયા હતા. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રામ મંદિર સહિત CAA અને NRCના વખાણ પણ કર્યા હતા.

હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું હતું. રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિક સાથે વાત પણ કરી નહતી અને તેની નોંધ પણ લીધી હતી. જે બાદ કોંગ્રેસમાં કોઇ નવા જૂનીના એંધાણ હોય તેવી ચર્ચાઓ ચાલી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

Shah Jina