તમારી ગંદી સોચ છે, ટૂંકી ટૂંકી બિકીની પહેરી છે, વિરોધ ખોટો છે એમાં કોઈ બુરાઈ નથી, જુઓ ફિલ્મ જોઈને આવેલા લોકોનો વીડિયો
સતત વિરોધો અને બોયકોટ ટ્રેન્ડ વચ્ચે આજે થિયેટરમાં શાહરુખ ખાનની “પઠાણ” ફિલ્મ રિલીઝ થઇ ગઈ અને પહેલા શોથી જ દર્શકો આ ફિલ્મને જોવા માટે ઉમટી રહ્યા છે, ત્યારે હવે ફિલ્મ જોયા બાદ ઘણા બધા દર્શકોએ અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે અને ફિલ્મ કેવી છે તેના વિશે પણ જણાવ્યું છે. આ ઉપરાંત દર્શકોએ જે લોકો આ ફિલ્મને બોયકોટ કરવાનું કહેતા હતા તેમના માટે પણ એક સંદેશ આપ્યો છે.
પઠાણ ફિલ્મનું સ્ક્રીનિંગ ગુજરાત સમેત આખા દેશમાં ચાલુ છે. ત્યારે ગુજરાતમાં પણ થિયેટરમાં પોલીસ સુરક્ષા પણ આપી રહી છે. આ દરમિયાન જે દર્શકો ફિલ્મ જોઈને બહાર આવી રહ્યા છે તે ફિલ્મના પેટ ભરીને વખાણ કરતા પણ જોવા મળી રહ્યા છે. ઘણા દર્શકોએ જે લોકો બોયકોટ કરે છે એ લોકોને પણ એકવાર ફિલ્મ જોવા માટે વિનંતી કરી છે.

એક દર્શકે ફિલ્મ જોયા બાદ જણાવ્યું કે આ ફિલ્મ ખુબ જ સુંદર છે અને ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન છે. 4 વર્ષ પછી શાહરુખની ફિલ્મ આવી છે પરંતુ જોરદાર ફિલ્મ બનાવી છે. તો એક દર્શકે એમ પણ કહ્યું કે ફિલ્મ જોતા અમને એવું નથી લાગ્યું કે આ ફિલ્મને લઈને કોઈ કોન્ટ્રોવર્સી થવી જોઈએ. ફિલ્મમાં એવી કોઈ બાબત નથી બતાવવામાં આવી જેનો વિરોધ કરી શકાય. આ ઉપરાંત જે સીનને લઈને વિવાદ હતો તે પણ હટાવી દેવામાં આવ્યા છે.

તો બીજા પણ ઘણા લોકોએ આ ફિલ્મ જોઈને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે જે લોકો બોયકોટ કરે છે તે લોકોને અહીંયા ફિલ્મ જોવા મોકલો. તે ફિલ્મ જોઈને કહેશે કે અહીંયા દેશ છે આપણો. તો ફિલ્મ જોઈને બહાર નીકળેલી કેટલીક મહિલાઓએ પણ એમ કહ્યું કે ભારતના લોકોએ પોતાની વિચારધારા બદલવી જોઈએ, બોયકોટ કરવાનો કોઈ મતલબ નથી.

તો એક દર્શકે ફિલ્મ જોઈને આવ્યા બાદ બોયકોટ કરી રહેલા લોકો માટે કહ્યું કે હું બોયકોટ કરતા લોકોને કઈ ખરાબ કહેતો નથી, બસ એમને એટલું જ કહીશ કે તે એકવાર આવીને ફિલ્મ જુએ અને પછી તમને એવું લાગે છે કે તેમાં ધર્મની વિરુદ્ધ કે દેશની વિરુદ્ધ કઈ ખોટું કહેવામાં આવ્યું છે તો આવીને બોયકોટ કરો અને પોસ્ટર સળગાવો. એવું કશું જ નથી આ ફિલ્મમાં એકદમ પ્યોર ફિલ્મ છે.
Neutral Public Reaction about #pathaan . They also said that if boycott gang will watch the movie boycott gang also love #PathanMovie#PathanReview pic.twitter.com/9YNxwEpujf
— ʀᴜᴘᴇꜱʜ (@ISRKzRupesh) January 25, 2023