હવે તો હદ જ થઇ ગઈ… આ ભાઈએ તવામાં બનાવી પેસ્ટ્રી વાળી મેગી, વીડિયો જોઈને લોકોનો ફૂટ્યો ગુસ્સો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગરનો રાફડો ફાટ્યો છે અને રોજ રોજ વીડિયોની અંદર એવી એવી રેસિપી લઈને આવતા હોય છે જે જોઈને આપણી અક્કલ પણ કામ ના કરે. ઘણા લોકો એવી રેસિપી બનાવતા હોય છે જે જોઈને ખાવાનું પણ મન થઇ જાય અને આ રેસિપી લોકોને પસંદ પણ આવે. પરંતુ ઘણા લોકો કેટલીક એવી રેસિપી બનાવતા હોય છે જે જોઈને ગુસ્સો પણ આવી જાય.

ખાસ કરીને લોકો મેગી સાથે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા જોવા મળે છે. મેગી ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે અને લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવે છે, તો મેગી સાથેના ઘણા એક્સપેરિમેન્ટ લોકોને પસંદ પણ આવ્યા છે અને ઘણા એક્સપેરિમેન્ટ જોઈને લોકોનો પિત્તો પણ ગયો છે. હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

આજ સુધી તમે અનેક પ્રકારની મેગી ખાધી હશે. વેજીટેબલ મેગી, ચીઝ મેગી, પંજાબી તડકા મેગી અથવા દેશી મેગી. પરંતુ આ દિવસોમાં એક એવી મેગીની રેસિપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને યુઝર્સ પણ કહી રહ્યા છે કે હવે આવો અત્યાચાર ના કરો. આ વીડિયોમાં એક વ્યક્તિ મસાલાવાળી મેગીમાં પેસ્ટ્રી મિક્સ કરીને બનાવતો જોવા મળી રહ્યો છે. આ જોઈને મેગી પ્રેમીઓનું લોહી પણ ઉકળી રહ્યું છે.

આયુષકાસમ નામના યુઝરે પેસ્ટ્રી મેગીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પહેલા તપેલીમાં તેલ નાખે છે. પછી ડુંગળી સાથે થોડી શાકભાજી નાખે છે અને પછી તેમાં પેસ્ટ્રી અને પાણી ઉમેરીને મેશ કરે છે. આ પછી, તે તેમાં મેગીનું આખું પેકેટ નાખે છે, પછી તેમાં મેગી મસાલો અને લસણ પાવડર પણ નાખે છે. અંતે, તે આ મેગીને થાળીમાં સર્વ કરે છે અને પોતે પણ કહે છે કે આ વાહિયાત મેગી જાતે અજમાવશો નહીં.

 

View this post on Instagram

 

A post shared by ⚡☮ ☮⚡ (@aayushcasm)

નેટીઝન્સ આ વીડિયો પર મેગીના મેકરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘ભગવાનનો તો ડર રાખો સાલાઓ.’ તો ત્યાં જ એક યુઝરે લખ્યું કે ‘ભાઈ લોકોને ઝેર ખવડાવવું વધુ સારું છે.’ અન્ય યુઝરે લખ્યું કે ‘મેગીને ગોબર બનાવી દીધી.’ એક યુઝરે તો તેને નકામું ગણાવ્યું અને લખ્યું કે ‘આવા નકામા લોકો ક્યાંથી આવે છે, આ વીડિયો જોયા પછી તેમને ઉલ્ટી થઇ રહી છે’.

Niraj Patel