3 ટાયર ACમાં ટિકિટ બુક કરાવી અને અંદર ઘુસવા ના દેતા પેસેન્જરે તોડી નાખ્યો ગ્લાસ, વીડિયો થયો વાયરલ

ભારે ભીડ વચ્ચે જ 3 ટાયર એસીમાં થઇ ગયો પેસેન્જર વચ્ચે ઝઘડો, તોડી નાખ્યો મેઈન ડોરનો કાચ, વીડિયોએ ઉડાવ્યા હોશ

Passengers Started Fighting In 3rd Ac : ભારતની અંદર સામાન્ય રીતે ટ્રેન અને બસમાં જગ્યાને લઈને અવાર નવાર ઝઘડા થતા હોય છે અને આવા ઝઘડાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોવા મળે છે. ત્યારે હાલમાં જ ‘કૈફિયત એક્સપ્રેસ’માં સૌથી અજીબ ઘટના બની છે, જેનો વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.  જેમાં ટ્રેનની અંદર મુસાફરો વચ્ચે માથાકૂટ થઇ ગઈ હતી અને મુસાફરે ટ્રેનના દરવાજાનો કાચ પણ તોડી નાખ્યો હતો.

ઝઘડા પાછળનું કારણ એ હતું કે કેટલાક મુસાફરોએ કોચને અંદરથી લોક કરી દીધો હતો જ્યારે રિઝર્વ સીટના મુસાફરો વારંવાર બહારથી ગેટ ખોલવા માટે કહી રહ્યા હતા. પેસેન્જરોને અંદર જવા દેવામાં ન આવતા તેઓએ ગુસ્સામાં ગેટના કાચ તોડી નાખ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોને X ના @gharkekalesh હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે થર્ડ એસી કોચની અંદર પણ ઘણી ભીડ છે. લોકો બહારથી કંઈક કહી રહ્યા છે… પણ ગેટ બંધ છે અને કોઈ ખોલતું નથી. અચાનક ગેટનો કાચ તૂટી જાય છે અને લોકો અવાજ કરવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

Niraj Patel