બસ અને ગાડીને તો ધક્કો મારતા બહુ જોયા હશે, પણ જુઓ વિમાનને પંક્ચર પડતા રન-વે ઉપર કેવી રીતે ધક્કો મારવામાં આવ્યો

આખરે કેમ યાત્રીઓએ પ્લેનને ધક્કો લગાવી રહ્યા છે, જુઓ વીડિયો

આપણે ઘણીવાર બસ, કે ગાડીમાં જતા હોઈએ અને પંક્ચર પડે અથવા તો કોઈ ગડબડ થાય ત્યારે ચાલુ કરવા માટે ધક્કો મારવો પડતો હોય છે, સોશિયલ મીડિયામાં વાહનોને ધક્કો મારતાં વીડિયો પણ તમે ઘણા જોયા હશે અને તમે પણ ક્યારેક તો કોઈ વાહનને ધક્કો જરૂર માર્યો હશે, પરંતુ શું એરોપ્લેનને ધક્કો મારવો પડે એવું કયારેય જોયું અને સાંભળ્યું છે ?

તમને પણ નવાઈ લાગશે કે પ્લેનને તો કયારેય ધક્કો મારવો પડતો હશે ? પરંતુ હાલ સોશિયલ મીડિયામાં પ્લેનને ધક્કો મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રન-વે ઉપર ધક્કો મારતા પ્લેનને જોઈને લોકો પણ ખુબ જ હેરાન છે અને થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો નેપાળનો હોવાનું સામે આવ્યું છે. નેપાળ ન્યુઝના જણાવ્યા અનુસાર બુધવારના રોજ બાજુરા એરપોર્ટ ઉપર એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીંયા યાત્રીઓ રન-વે ઉપર ઉભેલા વિમાનને ધક્કો મારતા જોવા મળ્યા. બન્યું એવું કે કોલતી એરપોર્ટના આકાશમાં એક યાત્રીઓથી ભરેલું વિમાન મંડરાઈ રહ્યું હતું. પ્લેન એરપોર્ટ ઉપર લેન્ડ કરવામાં અસમર્થ હતું.

વિમાનના લેન્ડ ના થવાના કારણે યાત્રીઓ પણ દુવિધામાં મુકાઈ ગયા હતા. ત્યારે જ એક યાત્રીએ નોટિસ કર્યું કે રન-વેની વચ્ચે એક વિમાન ઉભું છે. આ વિમાન “તારા એર”નું હતું. પહેલાથી જ એક વિમાન રન-વે ઉપર ઉભું હોવાના કારણે બીજા વિમાનને લેન્ડ કરવું મુશ્કેલ હતું. જેના બાદ યાત્રીઓએ ભેગા મળીને તારા એરના 9N AVEને ધક્કો મારી અને રન-વેઠી સાઈડ ઉપર કર્યું અને બીજું વિમાન જમીન ઉપર ઉતર્યું.

કોલતીથી ધનગડી જઈ રહેલા એક યાત્રી ખગેન્દ્ર ખડકાએ જણાવ્યું કે રન-વે ઉપર વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રનવેથી ટેક્સી વે પહોંચ્યા બાદ વિમાનનું પાછળનું ટાયર ફાટી ગયું હતું અને તે રન-વેની વચ્ચે જ ઉભું રહી ગયું. ત્યારે આ વિમાનને ધક્કો મારી અને સાઈડ ઉપર ખસેડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel