3 લાખની લોન અને એ પણ માત્ર 4 ટકાના વ્યાજે, જલદી કરો નહીં તો રહી જશો

કિસાન કાર્ડ હને માત્ર ખેતી સુધી સિમિત નથી રહ્યું. જો તમે પશુપાલન કરો તો તે આગળ વધરવા માટે સસ્તા દરે બેંકોમાંથી લોન પણ લઈ શકો છે. હરિયાણા સરકારે પશુપાલકો માટે ખાસ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી દીધુ છે. જેના દ્વારા તમે ફક્ત 4 ટકાના દરે 3 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. પશુપાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 58000 કિસાનોને કાર્ડ મળી ચૂકા છે.

આ કાર્ડ પર 790 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આનાથી પશુપાલકોને તેના વ્યવસાયમાં વધારો કરવામાં મદદ મળે છે. સરકારે પાંચ લાખથી વધુ પશુપાલકોની અરજી બેંકોને મોકલી છે. જેમાથી બેંકોએ ત્રણ લાખ અરજી રિજેક્ટ કરી દીધી. જ્યારે સવા લાખને મંજૂરી મળી છે. હકિકતમાં, હરિયાણામાં ખેતીની સાથે-સાથે પશુપાલન પર પણ ખૂબ ભાર આપવામાં આવે છે. અહીં લગભગ 16 લાખ કુટુંબો પાસે 36 લાખ દુધારુ પશુઓ છે.

ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
રાજ્યના કૃષિ મંત્રી જેપી દલાલના જણાવ્યા અનુસાર, સરકારે 8 લાખ પશુપાલકોને આ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિની સાથે સાથે સંલગ્ન ક્ષેત્રોમાંથી પણ ખેડૂતોની આવક વધી છે, જેમાં પશુપાલન મુખ્ય ક્ષેત્ર છે. પશુ ક્રેડિટ કાર્ડ પર, પશુપાલકોને પશુઓની જાળવણી માટે લોનના રૂપમાં સહાય આપવામાં આવી રહી છે, આ યોજના હેઠળ પશુઓની સંખ્યા અનુસાર કાર્ડ આપવામાં આવે છે.

  • 1.60 લાખની લોન પર કોઈ ગેરંટીની જરૂર રહેશે નહીં.
  • ભેંસ દીઠ 60,249 રૂપિયા મળશે.
  • ગાય દીઠ 40,783 ઉપલબ્ધ થશે.
  • ઘેટાં અને બકરા માટે 4063 રૂપિયા મળશે.
  • મરઘી માટે 720 રૂપિયાની લોન આપવામાં આવશે.
  • એક મહિનામાં કાર્ડ આપવાનો દાવો
  • આધાર કાર્ડ, પાન કાર્ડ જરૂરી છે.
  • અરજી ફોર્મ ભર્યા પછી, તમારે કેવાયસી કરાવવું પડશે.
  • પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવા પડશે.
  • પશુપાલક તેમની નજીકની બેંકમાં જઈને અરજી કરી શકે છે.
  • અરજી ફોર્મ ચકાસણીના એક મહિનાની અંદર તમને પશુ ક્રેડિટ કાર્ડ મળશે.
  • પશુઓનું હેલ્થ સર્ટિફિકેટ હોવુ જરૂરી
  • જે પશુઓનો વીમો ઉતારવામાં આવ્યો છે તેમના પર જ લોન ઉપલબ્ધ થશે.
  • હરિયાણાનો રહેવાસી હોવો જોઈએ.
Niraj Patel