આ પોપટના ક્યૂટ અંદાજે ઇન્ટરનેટ પણ ગાંડુ કર્યું…એવા સ્વીટ ટોનમાં બોલ્યું “મેરે પ્યારે પાપા” કે જોઈને તમે પણ તેના ફેન બની જશો

દીવાલ આગળ માથું રાખીને પોપટ બોલ્યો “મારા પપ્પા”, પછી દીકરીએ જવાબ આપ્યો, “તારા નહિ મારા પપ્પા…” પછી પોપટે જે કહ્યું એ તમારું દિલ જીતી લેશે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પશુ-પક્ષીઓના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર તેમનો ક્યૂટ ક્યૂટ અંદાજ લોકોનું દિલ જીતી લેતો હોય છે. ઘણીવાર તેમની એવી હરકતો પણ જોવા મળે છે જે આપણને તેમના ફેન બનાવી દે. ખાસ કરીને ડોગ અને પોપટના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક ક્યૂટ પોપટનો વીડિયો સોશિયલ મીડિયામાં સૌના દિલ જીતી રહ્યો છે. આ ક્લિપમાં પોપટ બોલે છે “મારા પપ્પા”… આ પછી એક છોકરી કહે છે કે “મારા પપ્પા છે… લાડુના પપ્પા ત્યાં નથી.” આ પછી પોપટ એટલી સુંદર રીતે બોલે છે  “મારા વ્હાલા પપ્પા” કે યુઝર્સ તેના ફેન બની ગયા છે.

આ વીડિયો એટલો સુંદર છે કે તમને પણ તેને વારંવાર જોવાનું મન થયા કરશે. લોકોને આ ક્લિપ ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સેલેબ્રીટી ફોટોગ્રાફર  વિરલ ભયાણીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ અને 16 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સ તેના પર સતત ફીડબેક આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું “પપ્પાને બે પોપટ મળ્યા છે.” જ્યારે બીજાએ લખ્યું કે તે કેટલું ક્યૂટ છે. જ્યારે કેટલાકે કહ્યું કે આ પોપટને ખુલ્લા આકાશમાં છોડવો જોઈએ.

Niraj Patel