પોપટના લગ્નમાં ખુબ જ નાચ્યા જાનૈયાઓ, બાબા ગાડીમાં વાજતે ગાજતે પહોંચી મૈનાના ઘરે જાન, યોજાયો જબરદસ્ત જમણવાર, જુઓ કેવો હતો લગ્નનો તામઝામ, જુઓ
હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણા લગ્ન એવા પણ હોય છે જે ચર્ચામાં આવી જાય છે. તો તમે ઘણીવાર લોકોને પોતાના પાલતુ શ્વાનના લગ્ન પણ ખુબ જ ધામધૂમથી કરતા જોયા હશે. પરંતુ હાલમાં જે લગ્ન સામે આવ્યા છે તે ખુબ જ અનોખા છે.
મધ્ય પ્રદેશમાં થયેલા એક વિચિત્ર લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા છે, જ્યાં પોપટ અને મેનાના માલિકોએ તેમના લગ્ન ધામધૂમથી કરાવ્યા. આ અનોખા લગ્નમાં બેન્ડ વાજા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો. તમામ રિવાજોને અનુસરીને પોપટ-મૈનાએ એકબીજા સાથે લગ્નના છેડા બાંધ્યા હતા. જેની વિસ્તારમાં ભારે ચર્ચા છે.
આ ખબર એમપીમાં કારેલી નજીક સ્થિત પીપીરીયા (રકાઈ) નામના ગામડાના છે. જ્યાં પોપટ મેંનાના લગ્નમાં લોકોએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ લગ્ન કરાવવા માટે પોપટ અને મૈનાની કુંડળીઓ પણ મેચ કરવામાં આવી હતી. જે બાદ તમામ રીતિ-રિવાજોનું પાલન કરીને બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
પીપરિયાના રહેવાસી રામસ્વરૂપે મૈનાને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી તો બીજી બાજુ, બાદલ લાલ વિશ્વકર્મા પાસે એક પોપટ હતો, જેને તે પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે. બંનેએ સાથે મળીને તેમના પાલતુ પક્ષીઓના લગ્ન કરાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રવિવારે બદ્દલ લાલ વિશ્વકર્મા પોપટના બેન્ડ વાજા સાથે નાચતા ગાતા રામસ્વરૂપના ઘરે પહોંચ્યા હતા.
પોપટના વરઘોડાએ મહેફિલ લૂંટી લીધી. પોપટનો વરઘોડો ખૂબ જ અનોખી રીતે કાઢવામાં આવ્યો હતો. પોપટ ફુગ્ગાઓ અને ફૂલોથી શણગારેલી નાની કારની ટોચ પર મૂકવામાં આવેલા પાંજરામાં બેસી તેની કન્યા ‘મૈના’ને લેવા પહોંચી ગયો હતો. બેન્ડ વાજા સાથે શેરીમાંથી વરઘોડો નીકળ્યો ત્યારે જોનારાઓની ભીડ જામી હતી. આ નજારો જે પણ જોયો તે જોતો જ રહ્યો. વિસ્તારમાં આ અનોખા લગ્નની ભારે ચર્ચા છે.