હરિદ્વાર કોતવાલી ક્ષેત્રમાં બુધવારે બપોરે એક સનસનીખેજ મામલો સામે આવ્યો. દિલ્લીનો એક પરિવાર 5 વર્ષના બાળકને લઇને હર કી પૌડી પહોંચ્યો હતો, જ્યાં બાળકનું મોત થઇ ગયુ. ત્યાં હાજર લોકોનો આરોપ છે કે મહિલાએ તે બાળકને ડૂબાડી મારી નાખ્યો. મહિલા તે બાળકની માં છે કે સંબંધી તેની જાણકારી ત્યારે પ્રાપ્ત થઇ શકી નહોતી. ઘટનાની જાણ થતા જ પોલિસ પહોંચી હતી અને બાળકને જિલ્લા હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
પોલિસે બાળકના મૃતદેહને પીએમ માટે મોકલ્યો. એસપી સિટીનું કહેવુ છે કે પતિ-પત્ની એક બાળકને લઇને આવ્યા હતા. તેમની સાથે એક બીજી મહિલા પણ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે બાળકને બ્લડ કેન્સર હતુ. સાથે આવેલ પતિ-પત્નીએ જણાવ્યુ કે- સર ગંગારામ હોસ્પિટલમાં તે બાળકને બતાવવામાં આવ્યુ હતુ. ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. ડ્રાઇવરે જણાવ્યુ કે- તેઓ સવારે નવ વાગ્યે દિલ્હીથી ટેક્સીમાં પરિવાર સાથે હરિદ્વાર પહોંચ્યા હતા.
ડ્રાઈવરનું કહેવું છે કે જ્યારે તેઓ બાળક સાથે કારમાં બેઠા ત્યારે બાળક બીમાર જણાતો હતો. તેને ધાબળામાં વીંટાળવામાં આવ્યો હતો. તેના કહેવા મુજબ પરિવારના સભ્યો ટેક્સીમાં બાળકની તબિયત બગડવાની અને ગંગામાં સ્નાન કરીને મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવાની વાત કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, માતા-પિતાને આશા હતી કે તેમનું બાળક ગંગામાં ડૂબકી લગાવીને સાજુ થઈ જશે. બાળક ચીસો પાડતો રહ્યો, પરંતુ માં-બાપ હર કી પૌડી પર મંત્ર બોલતા રહ્યા અને ડૂબકી લગાવતા રહ્યા. જો કે, તે બાદ બાળકનું મોત થઇ ગયુ.
પોલીસ અધિકારીએ કહ્યું કે ગંગામાં ડૂબકી લગાવીને કેન્સર મટાડવાની આશામાં માતા-પિતાએ બાળકને વારંવાર ગંગામાં ડૂબકી લગાવી, જેના કારણે તેનું મોત થયું. નજીકમાં ઉભેલા લોકોએ બાળકની ચીસો સાંભળીને મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઇની વાત ન સાંભળી અને બાળકને ગંગામાં ડૂબકી મરાવાનું ચાલુ રાખ્યું. આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો, લોકોએ મહિલાને રોકી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બાળકનો જીવ જતો રહ્યો હતો.
अंधविश्वास ने एक 7 साल के बच्चे की जान ले ली …!!
ब्लड कैंसर से पीड़ित बच्चे को उसकी मौसी ने चमत्कार की आस में करीब पांच मिनट तक गंगा में डुबकियां लगवा दीं ….!!
बच्चे की मौत हो गई है ….!! pic.twitter.com/kLCPcHsIY8
— Firdaus Fiza (@fizaiq) January 24, 2024