ભગવાન આવા લોકોને ન આપે બાળક, 2 મહિનાની બાળકીનો 40 હજારમાં કર્યો સોદો, પત્થર દિલ મા-બાપની વાર્તા

માત્ર પૈસા માટે માતા-પિતાએ દોઢ માસની બાળકીનો કરી દીધો સોદો, નાની એવી બીમારીથી પીડાતી હતી બાળકી, વાંચીને તમારી આંખો પણ ભીની થઇ જશે.

એક તરફ જયાં દેશમાં ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ અભિયાન ચાલી રહ્યુ છે. ત્યાં બીજી તરફ આ જ દીકરીઓને બોજ માનવામાં આવે છે. પંજાબના મોગા જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જયાં એક પત્થર દિલ મા-બાપ પોતાની 2 મહિનાની દીકરીને 40 હજારમાં વેચી રહ્યા હતા.

પૈસાની અછતને કારણે આ મા-બાપ પોતાની 2 મહિનાની બાળકીને વેચવા માટે તૈયાર થઇ ગયા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે આરોપી મા-બાપ એક ઢાબા પર ખરીદનારને બાળકી સોંપવા માટે ગયા હતા. તેમની સાથે બાળકીનો સોદો કરનાર એક મહિલા પણ હતી. એક વ્યક્તિએ તેમની વાતો સાંભળી અને પોલિસને આ મામલે સૂચના આપી હતી.

Image source

ઘટનાની જાણ થતા જ પોલિસ પહોંચી ગઇ અને આરોપી મા-બાપની અટકાયત કરી હતી. ત્યાં જ ખરીદનાર અને દલાલ ફરાર થઇ ગયા હતા. આરોપી પિતાએ એ દલીલ કરી હતી કેે બાળકીને અન્નળીમાં પ્રોબ્લેમ હતી અને જેની સારવાર તે ચંડીગઢમાં કરાવી રહ્યા હતા. તેનું કહેવુ હતુ કે, અચાનક પગમાં વાગવાને કારણે તે કામ પર જઇ શકતો ન હતો અને પરિવાર એ કારણે આર્થિક તંગીમાં આવી ગયો હતો.

આ દરમિયાન તેને એક મહિલા લુધિયાણાના હૈબોવાલમાં મળી જેણે કહ્યુ મોગામાં એક દંપતિ બાળકીને દત્તક લેવા ઇચ્છે છે. મહિલાએ કહ્યુ બાળકી તેમને આપીશું તો તે 40 હજાર રૂપિયા આપશે.

Shah Jina