દરેક બાજુ થઇ રહી હતી કેટરીનાના લગ્નની ચર્ચા, ટીવી અભિનેતાએ સાદગીથી લગ્ન કરી જીતી લીધા લોકોના દિલ

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ટીવી શો ‘બેહદ 2’ના અભિનેતા પારસ મદાને લગ્ન કરી લીધા છે. તેમણે જયારે લગ્ન કર્યા તે દરમ્યાન રાજસ્થાનમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન થયા હતા. બંને લગ્નમાં ખુબ જ ફરક હતો.

એક લગ્ન રોયલ રીતે થયા હતા તો બીજા લગ્ન સાદગીથી થયા હતા અને એલીગેંસની ભરમાર હતી. કેટ-વિક્કીના લગ્ન ભલે તેમના ગ્રાન્ડ લેવલના કારણે ચર્ચમાં રહી હોય પરંતુ પારસના લગ્ન અને તેનાથી જોડાયેલ દરેક વસ્તુ સાદગી વળી હતી જેણે  દિલમાં અલગ જ જગ્યા બનાવી.

પારસે તેની ગર્લફ્રેંડ સૌમિતા દાસની સાથે લગ્ન કર્યા છે. ટીવી કપલના લગ્ન 11 ડિસેંબરે મુંબઈમાં એક ગુરુદ્વારામાં થયા હતા. આ દરમ્યાન દુલ્હા બનેલ પારસે પીચ કલરના સાફાની સાથે આઈવરી સિલ્ક કુર્તા પાયજામા પહેર્યો હતો. તેની સાથે પારસે ગુલાબી રંગની પાઘડી પહેરેલી હતી તેમજ સૌમિતાએ બ્રાઇટ પિંક અને બ્લુ કલરનો લહેંગો પહેર્યો હતો.

પારસ મદાનઅને સૌમિતા દાસની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. દુલ્હનના લાલ દુપટ્ટા પર સદા સૌભાગ્યવતી ભવઃ લખેલું હતું. તેમજ તેની હેવી જવેલરી કૂર્તાને મેચ કરતી હતી. દુલ્હને તેના વાળમાં ગુલાબનો ગજરો લગાવ્યો હતો જે તેને સુંદર લુક આપી રહ્યો હતો.

સાથે જ રીશેપ્શન માટે સૌમિતાએ પેસ્ટલ શેડ્સ વાળું ગાઉન પહેર્યું હતું અને પારસે બ્લેક થ્રી- પીસ સૂટ પહેર્યો હતો. તેમની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પારસ મદાન અને સૌમિતા દાસ પહેલા શરૂઆતમાં જોધપુરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોવિડની સ્થિતિના કારણે તેમણે તેમનો પ્લાન બદલવો પડ્યો હતો.

જણાવી દઈએ કે પારસ અને સૌમિતાની આ વર્ષે માર્ચ મહિનામાં સગાઇ થઇ હતી. પારસ વર્ષ 2018થી સૌમિતા દાસને ડેટ કરી રહ્યા હતા. સૌમિતા એક પ્રોડક્શન હાઉસની પ્રમુખ છે અને એક ધારાવાહિક દરમ્યાન બંનેની મુલાકાત થઇ હતી જેના પછી બંનેની વચ્ચે ધીરે ધીરે પ્રેમ શરુ થયો હતો અને હવે બંને તેમની નવી જિંદગી તરફ આગળ વધી રહ્યા છે.

અભિનેતાએ તેના હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં પણ  સિમ્પલ રીતે સેરેમની કરી હતી. મસ્ટર્ડ પીળા કલરનો કુર્તો અને પાયજામા પહેરેલ પારસ અને સાટનની સાડીનુમા ડ્રેસ પહેરેલ સૌમિતા એક બીજાના પ્રેમમાં ડૂબેલા નજર આવ્યા હતા.

રીશેપ્શન માટે પારસ મદાને બ્લેક ટક્સ પહેર્યું હતું અને સાથે સફેદ શર્ટ મેચ કર્યો હતો તેમજ તેમની પત્ની લાઈટ શેડ વાળો હેવી એમ્બ્રોઈડર્ડ લહેંગો પહેરેલી નજર આવી હતી જેમાં તેનો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

Patel Meet