ગોધરાની આ દીકરીએ પોતાના સપનાને કર્યું પૂર્ણ, પંચમહાલમાંથી એક માત્ર દીકરીએ પ્રથમ પ્રયાસે જ કરી સિવિલ જજની પરીક્ષા પાસ, જાણો સફળતાની કહાની

ગોધરા શહેરની દીકરી પંક્તિ સોની બની ગઈ જજ, પિતાએ ખુશી ખુશી કહ્યું, નાનપણથી જ મારી દીકરી….

સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાનું સપનું મોટાભાગના યુવાઓ જોતા હોય છે અને તેને પાસ કરવા માટે દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે, પરંતુ ઘણા એવા ઓછા લોકો આ પરીક્ષામાં પાસ થાય છે અને પરિવારનું નામ રોશન કરે છે, ત્યારે હાલ ગુજરાતમાંથી પણ એક એવી જ દીકરીની કહાની સામે આવી છે, જેણે પહેલા પ્રયાસે જ સિવિલ જજની પરીક્ષામાં જળહળતી સફળતા મેળવી છે.

થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાંથી કાયદાની અંદર સ્નાતક થયેલા ઘણા બધા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પણ ત્રણ ચરણ હોય છે જેવા કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. જેમાંથી આ ત્રણેય ચરણને સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની પદવી મેળવીને સિવિલ જજ બનતું હોય છે, જેની ટ્રેનિંગ બાદ તેમને પોસ્ટિંગ મળે છે.

ત્યારે આ પરીક્ષામાં પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં રહેતા પ્રદીપ સોની અને કેતકી સોનીની દીકરી પંક્તિ સોનીએ પહેલા પ્રયાસમાં જ ઝળહળતી સફળતા મેળવી છે અને પરિવારનું નામ રોશન કર્યું છે. તે ખુબ સામાન્ય પરિવારમાંથી આવે છે અને પોતાની મહેનતના દમ પર તેણે આ સફળતા હાંસલ કરી છે.

આ પહેલા પંક્તિ સોની લો વિભાગમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા તેનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના દીક્ષાંત સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું. પંક્તિ સોનીના પિતા પ્રદીપભાઈ સોની ગોધરામાં પત્રકાર છે અને તેના માતા કેતકીબેન સોનુ ગોધરા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે.

પંકિતના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પંક્તિ નાનપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતી અને દરેક ક્લાસમાં તે પ્રથમ ક્રમે જ આવતી હતી, આ ઉપરાંત તેનું સપનું સરકારી નોકરી કરીને પરિવારનું નામ રોશન કરવાનું હતું. પંક્તિએ શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બીબીએ અને એમબીએ કર્યું અને ત્યારબાદ તેણે ગોધરાની જ લો કોલેજમાં લોનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો અને હાલ સિવિલ જજની પરીક્ષામાં જળહળતી સફળતા મેળવી.

Niraj Patel