વિધવા હોવાને કારણે મંદિરમાંથી નીકાળી દેવામાં આવી રાજઘરાનાની મહારાણીને ? વાયરલ વીડિયો પર મચ્યો હંગામો

પન્ના રાજઘરાનાની મહારાણી જીતેશ્વરી દેવીની ધરપકડ, કૃષ્ણ જન્માષ્ટમી પર મંદિરમાં કર્યો હતો હંગામો

મધ્યપ્રદેશના પન્નામાં રાજવી પરિવારની મહારાણી જીતેશ્વરી દેવીની પોલીસે ધરપકડ કરી છે. જીતેશ્વરી દેવી પર પન્નાના ઐતિહાસિક જુગલ કિશોર મંદિરમાં હંગામો મચાવવાનો આરોપ છે. જ્યારે જીતેશ્વરી દેવીએ કહ્યું કે તેમને એક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે. તેમના તરફથી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી. જો કે તેને ફગાવી દેવાઇ. મીડિયા અહેવાલો અનુસાર, જીતેશ્વરી દેવી પર બુંદેલખંડના પ્રખ્યાત જુગલકિશોર મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમી પર હંગામો મચાવવાનો આરોપ છે.

રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન જીતેશ્વરી દેવી આરતીની વચ્ચે જ ઉભા થયા અને મંદિરના ગર્ભગૃહમાં ગયા અને પૂજારી પાસેથી ચંવર છીનવી લીધું. આરોપ છે કે ત્યારબાદ ભક્તોને જોઈને તેઓએ ખોટી રીતે ચંવર લહેરાવ્યો અને અભદ્રતા કરી. પન્નાના SDOPએ કહ્યું, “7 સપ્ટેમ્બરે તેઓએ જુગલ કિશોરમાં હંગામો મચાવ્યો હતો. મંદિર અને આરતી દરમિયાન વિક્ષેપ ઉભો કર્યો હતો. પન્નાના SDOPએ જણાવ્યું કે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દારૂના નશામાં હતી.

આ ઘટના સાથે સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે રાણીને મંદિરમાં આરતી કરતા અટકાવવામાં આવ્યા કારણ કે તે વિધવા હતી. તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે શ્રી જુગલ કિશોર જીનું મંદિર ખૂબ જ ઐતિહાસિક છે અને તેનું નિર્માણ પન્ના રાજવી પરિવારના પહેલાના રાજાઓએ કરાવ્યું હતું.

પન્નાના તમામ મંદિરોમાં રાજવી પરિવારના સભ્યોની મુલાકાત વિશેષ ભૂમિકા છે. મંદિર પ્રશાસનનો આરોપ છે કે જીતેશ્વરી દેવી નશાની હાલતમાં મંદિરમાં પહોંચી હતી. પોલીસે એમ પણ કહ્યું છે કે તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પન્ના મહારાણીને ઘસેડી અને બહાર ઉઠાવી ફેંકી દેવાને કારણે શહેરમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનાને લઈને મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.

Shah Jina