મશહૂર ગઝલ સમ્રાટ પંકજ ઉધાસના આજે અંતિમ સંસ્કાર વરલીના હિંદુ શ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. સોમવારના રોજ દિગ્ગજ સિંગરે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ સલામી આપવામાં આવી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ.
જણાવી દઇએ કે, પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં વિશાલ ભારદ્વાજ, રેખા ભારદ્વાજ, સુનીલ ગાવસ્કર, સલીમ સુલેમાન ફેમ સુલેમાન, હરિહણ, વિદ્યા બાલન સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. પંકજ ઉધાસના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. પંકજ ઉધાસની અંતિમ યાત્રા દરમિયાન પરિવાર એકબીજાને સાથ આપતો જોવા મળ્યો હતો.
દીકરીઓ માતાનો હાથ પકડીને તેને સાંત્વના આપી રહી હતી. દરેક વ્યક્તિ આંખોમાં આંસુ સાથે એકબીજાને હિંમત આપી રહી હતી. પંકજ ઉધાસની દીકરી રીવા ખૂબ જ ભાવુક દેખાતી હતી. તેની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ હતી. પંકજ ઉધાસના નિધન બાદ તેમનો અને પત્ની ફરીદાનો 42 વર્ષના સાથનો અંત આવ્યો. પંકજ અને ફરીદાના લગ્ન 11 ફેબ્રુઆરી 1982ના રોજ થયા હતા.
પતિના નિધનનું દુઃખ ફરીદાના હૃદયને વીંધી રહ્યું છે. તેની હાલત ઘણી ખરાબ છે. ફરીદા જ્યારે પંકજ ઉધાસને અંતિમ વિદાય આપવા પહોંચી તો તેની હાલત જોઈને કોઈનું પણ દિલ ભરાઈ આવે. પતિને ગુમાવ્યાનું દર્દ ફરીદાની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. દીકરી રીવા સિવાય આસપાસ હાજર લોકો ફરીદાને કોઈ રીતે સંભાળતા જોવા મળ્યા હતા.
View this post on Instagram