ઘણી સંપત્તિ હોવા છત્તાં આ અભિનેતાને નથી અભિમાન, જીવે છે ગામડાનું જીવન

17 વર્ષના સંઘર્ષ બાદ પંકજ ત્રિપાઠીએ ચાખ્યો સફળતાનો સ્વાદ, કહી આ વાત

પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરી માં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.

પંકજ ત્રિપાઠી ફિલ્મી પરદા પર તો કોમિક અંદાજમાં નજર આવે છે પરંતુ રિયલ લાઇફમાં પણ તેવા જ છે. હાલમાં જ પંકજ ત્રિપાઠી અને તેમની પત્ની મૃદુલાએ તેમના ઘણા રાઝ ખોલ્યા હતા. જો કોમ્પલિમેન્ટ આપવાની વાત હોય તો પંકજ ત્રિપાઠી આઇ લવ યુ નથી કહેતા પરંતુ તેમની સ્ટાઇલ એકદમ અલગ છે.

અભિનેતા પંકજ ત્રિપાઠી, પત્નીને હસતાં કહે છે કે પ્રેમ શબ્દોમાં નહીં, આંખોમાં જોવો જોઈએ, અને જ્યારે તે સારી રીતે તૈયાર થાય છે, ત્યારે હું તેમને કોમ્પલિમેન્ટ આપું છું, આજે શું વાત છે કે જયા પ્રદા એકદમ લાગી રહી છે . પંકજ ત્રિપાઠી કહે છે કે અમારા જમાનામાં જયા પ્રદાને ખૂબ ક્રેઝ રહેતો હતો અને હું પણ તેનો ચાહક હતો, તેથી જો હું તેમનો શણગાર જોઉં તો હું મારી સ્ટાઇલમાં તેની પ્રશંસા કરું છું.

બોલીવુડમાં નાના-નાના રોલ કરીને સફળતાને સ્પર્શ કરી લેનાર અભિનેતા પંકજ ત્રિપાઠી મુંબઇમાં ખરીદેલ એક આલીશાન બંગલાને લઇને ચર્ચામાં છે. એવામાં બંગલો અને તેનાં પૂજનની ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. જેમાં આ આલીશાન બંગલામાં એક ખાટલો નજરમાં આવી રહેલ છે.

પંકજે પોતાનાં આ નવા ઘરની પત્ની મૃદુલા અને ઘરવાળા લોકો સાથે મળીને પૂજા કરી. પૂજા દરમ્યાન તેમની પાછળ ઉભો રહેલ એક ખાટલો પણ નજરમાં આવ્યો કે જે તેમનાં જ ગામ બેલસંડ, બિહારનાં દોરડાંથી બનાવેલ છે. એનાંથી એ સ્પષ્ટ થાય છે કે પંકજ પોતાનાં જૂના દિવસો નથી ભૂલેલ.

અભિનેતા પંકજને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેમનો અભિનય એવો છે કે, બધા ઘરમાં તેમનો કોઇ એક ફેન તો મળી જ જશે. ઇન્ડસ્ટ્રીમાં 17 વર્ષ પૂરા કરી ચૂકેલા પંકજ માટે સમય હંમેશા એક જેવો ન હતો. આજે તેઓ સફલતાના શીર્ષ પર છે. બધા તેમની સાથે કામ કરવા ઇચ્છે છે. જો કે, એક સમય એવો પણ હતો કે ફિલ્મોમાં માત્ર તે કેટલીક પળો માટે નાના રોલ્સમાં જોવા મળતા હતા.

તમને જણાવી દઇએ કે, 44 વર્ષના પંકડ ત્રિપાઠીને વેબ સિરીઝ “મિર્ઝાપુર”થી રાતોરાત સ્ટારડમના શિખર પર પહોંચાડી દીધા. આ વંબ સીરિઝમાં પંકજે કાલીનભાઇ નામના એક બાહુબલીનું પાત્ર નિભાવ્યુ હતુ. જેને લોકોએ ઘણુ પસંદ કર્યુ હતુ.

પંકજ ત્રિપાઠીએ ભલે તેમની પોપ્યુલારિટી 9-10 વર્ષમાં બનાવી હોય, પરંતુ તેમનું સફર ઘણા વર્ષોનું છે. બોલિવુડમાં એક આઉટસાઇડર હોવાનું દર્દ તે જાણે છે. તેઓ કહે છે કે, બોલિવુડમાં એક આઉટસાઇડરની રાહ ઘણી મુશ્કિલ છે. ખાસ કરીને ત્યારે જયારે તમે ગામમાંથી આવતા હોવ અને તમે હિંદી મિડીયમમાં અભ્યાસ કર્યો હોય.

પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરી માં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.

પંકજ ત્રિપાઠી આજે પણ ગામડા સાથે જોડાયેલા વ્યક્તિ છે. જેની ઝલક તેમના મુંબઈના ઘરમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં જતા જ લાકડાનો પટારો અને ખાટલો જોવા મળે છે.

પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. તેમના માતા-પિતા અત્યારે પણ ગામડે જ રહે છે. પંકજ ત્રિપાઠી મુંબઈ આવ્યા પછી પણ તેમનું ગામડા સાથે એટલું જ મજબૂત કનેક્શન છે કે, તમામ સુખ સુવિધા ઉપરાંત તે વિચારે છે કે ગામડા માટે કંઈક ને કંઈક વિચારતા રહે છે અને કરતા રહે છે. એક સમયે તે પોતાના ગામની એક ટીમને વોલીબોલ ટુર્નામેન્ટમાં મોકલવાનો પ્રયત્ન કરતા હતા.

એક ખાનગી ચેનલ સાથે વાત કરતા પંકજે જણાવ્યું કે, ‘મને સારું લાગશે કે નવી કાર ખરીદવાને બદલે હું લોકોને શિખવાડી શકું, નવું ઘર ખરીદવાનું મારું સપનું હતું, મારે વધારે કંઇ જ નથી જોઇતું.’ આ સિવાય વધુ એક ઇન્ટરવ્યૂમાં પણ પંકજે જણાવ્યું હતું કે, આજે પણ મને મારા ઘરની છત યાદ છે. ઉલ્લેખનીય છે કે પંકજનું શરૂઆતનું જુવન ખૂબ ગરીબી અને કષ્ટો વચ્ચેથી પસાર થયું હતું.

પંકજ એમ માને છે કે, “ભલે જ આજે મેં પોતાનાં સપનાનું ઘર ખરીદ્યું છે પરંતુ પટનામાં અમારે એક જ રૂમનું ઘર અને તેનાં પર છત હું આજે પણ નથી ભૂલી શકતો, એક રાત્રીએ આંધી આવી હતી અને પાણી વરસવા લાગ્યું કે જેનાંથી તે છત પણ આ સૈલાબમાં ઉડી ગઇ હતી, તેવાં સમયમાં બસ હું આકાશમાં જ જોતો રહ્યો.

પંકજે વધુમાં એમ કહ્યું કે, ‘ગયાં વર્ષ સુધી હું કોઇ પણ રોલ કરી લેતો હતો પરંતુ હવે હું એ પોઝીશનમાં છું કે પોતાની મરજીથી હું કોઇ પણ પાત્ર ભજવી શકું છું. આખરે હું મારા સપનાંઓનો મહેલ ઉભો કરવામાં સફળ રહ્યો. મેં મડઆઇલેન્ડમાં ઘર લઇ લીધું છે. મારી પત્ની પણ આને જોયાં બાદ ખૂબ ઇમોશનલ થઇ ગઇ હતી.’

Shah Jina