જો પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ભરવો પડશે 10 હજારનો દંડ, બસ આટલા દિવસો છે બાકી

જલદીથી આધારને પાન સાથે લિંક કરી લો નહીં બધા કામ અટવાય જશે

આવકવેરા રિટર્ન ભરતા પહેલા એક મહત્વનું કામ કરવું જરૂરી છે. વાસ્તવમાં, નવા નિયમો અનુસાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ કામ આ મહિનાની 30 મી તારીખ સુધીમાં જ કરવાનું રહેશે, નહીં તો પાન કાર્ડ રદ ગણવામાં આવશે. કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આ છેલ્લી તક છે, ત્યારબાદ પાન-આધાર લિંક કરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં.

આઇટી કહે છે કે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં પાન-આધારને લિંક કરવું ફરજિયાત છે, તેથી તેને 30 સપ્ટેમ્બર પહેલા જ લિંક કરાવો. જો નિર્ધારિત સમય મર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ ન થાય, તો પાન કાર્ડ રદ ગણવામાં આવશે અને પછી આ પાન કાર્ડ તમારા માટે નકામું બની જશે.
પાન કાર્ડ અમાન્ય થઈ જશે

આવકવેરા કાયદાની કલમ -139AA હેઠળ, જો તમે પાન-આધારને લિંક ન કરો તો તમારું પાન કાર્ડ અમાન્ય થઈ જશે. આઈટી નિષ્ણાતોના મતે, જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવે તો, આઈટીઆર ઓનલાઈન દાખલ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. આને કારણે તમારું ટીડીએસ રિફંડ પણ અટકી શકે છે. બીજી બાજુ, બેંક સિવાયના ઘણા વ્યવહારોમાં PAN જરૂરી છે, જ્યાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આધાર લિંક કરતા સમયે આ વાતનું રાખો ધ્યાન : 12 અંકના આધાર સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરવું ખૂબ જ સરળ છે. બંનેને લિંક કરવા માટે એક ફોર્મેટમાં UIDPAN12digit Aadhaar> 10digitPAN> 567678 અથવા 56161 પર SMS પણ મોકલી શકાય છે. જે વપરાશકર્તાઓ ઓનલાઈન લિંકિંગ નથી કરાવી શકતા તેઓ NSDL અને UTITSL ના પાન સર્વિસ કેન્દ્રમાંથી આ કામ ઓફલાઈન પણ કરી શકે છે.
30 સપ્ટેમ્બર સુધીમાં પાન-આધાર લિંક ન હોય તો આવકવેરા વિભાગ તમારા પાનને ‘અમાન્ય’ જાહેર કરી શકે છે.

આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 272B હેઠળ, “ઈનઓપરેટિવ” પાનનો ઉપયોગ કરવાથી 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે 10 અંકનો પાન નંબર ખૂબ જ કાળજીપૂર્વક ભરવો જોઈએ. આમાં કોઈ સ્પેલિંગ ભૂલ ન હોવી જોઈએ, નહીં તો મોટો દંડ થઈ શકે છે. જો તમારી પાસે બે પાન કાર્ડ છે, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.

તમે ઘરે બેઠા આધાર સાથે લિંક કરી શકો છો : એક એકાઉન્ટ બનાવીને તમારી નોંધણી કરો. ઇન્કમટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) ની મુલાકાત લો. વેબસાઇટ ‘લિંક આધાર’ નામનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. લોગિન કર્યા પછી, તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગ્સમાં લોગિન કરો. પ્રોફાઇલ સેટિંગમાં, તમે આધાર કાર્ડને લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે, તેને પસંદ કરો.

તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ અહીં દાખલ કરો. : ‘આધાર લિંક’ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારું આધાર લિંક થઈ જશે. રદ્દ પાન કાર્ડનો ઉપયોગ કરશો નહીં. જો આધારને લિંક ન કરવાને કારણે તમારું પાન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય, તો તેને ફરીથી ઓપરેટિવ બનાવી શકાય છે. પરંતુ, જો આ દરમિયાન કોઈએ રદ પાન કાર્ડનો ઉપયોગ કર્યો હોય તે આવકવેરા કાયદા હેઠળ કલમ 272B નું ઉલ્લંઘન માનવામાં આવશે, જેમાં તમારે 10000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

Patel Meet