પાલનપુર : છોકરા-છોકરીઓને કેફેમાં પ્રાઇવસી અપાતી હોવાની બાતમીને આધારે કાફેમાં પોલિસે રેડ કરતા જ ગભરાયેલી બે યુવતિઓએ લગાવી છલાંગ

હાલ ગુજરાત પોલિસ એલર્ટ મોડ પર છે, જેનું કારણ છે લોકસભાની ચૂંટણી…હાલમાં જ પાલનપુરમાં પોલિસ દ્વારા નવા બસ પોર્ટમાં ચાલતા કાફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમીને આધારે રેડ પાડી હતી અને આ દરમિયાન બે યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે.   છલાંગ લગાવ્યા બાદ બંને યુવતિઓ ઘાયલ થઇ હતી અને તાત્કાલિક બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પાલનપુરના નવા બસપોર્ટની છે જ્યાં કાફે પર પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન બે યુવતીઓએ છલાંગ લગાવી લીધી. કાફેમાં પોલીસે રેડ કરતાં ડરના કારણે બે યુવતીઓએ ભાગવા છલાંગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો બંને ઘાયલ યુવતિઓ પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ છે. એક યુવતીની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઇ. અનુસાર, તેમને બાતમી મળી હતી કે નવા બસ પોર્ટમાં અમુક કાફે ચાલે છે, અને ‘ફસ્ટ ડેટ’ નામના કાફેમાં પડદા રાખીને છોકરા-છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે કામ કરે છે. આ પછી બાતમીના આધારે ટીમે રેડ કરી ત્યારે બે છોકરીઓએ પોલીસના ડરથી પાછળની બારીમાંથી છલાંગ લગાવી.

જો કે બંને છોકરીઓ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતા. હાલ તો ‘ફસ્ટ ડેટ’ નામના કાફેમાંથી કંઇ મળ્યું નથી કેમ કે બે છોકરીઓ કુદી ગઇ અને તેને કારણે અફરાતફરીમાં અન્ય છોકરા-છોકરીઓ ભાગી ગયા.

Shah Jina