અભિનેત્રી પલક સિધવાની ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવી રહી છે. લોકો સોનુને ખૂબ પસંદ કરે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. પલકે આ ખાસ દિવસે પોતાને એક ખાસ ગિફ્ટ આપી, જેની ઝલક પણ તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને બતાવી છે.
પલક સિધવાનીએ તેના 26માં જન્મદિવસ પર પોતાને એક કાર ગિફ્ટ કરી છે. આ વાતની જાણકારી ખુદ પલક એ પોતાના ફેન્સને આપી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે. વીડિયોમાં પલકે કાર ખરીદવાથી લઈને ચલાવવા સુધીની સફર બતાવી છે. સૌથી પહેલા તો વીડિયોમાં પલક પેપર્સ સાઇન કરતી જોવા મળે છે.
આ પછી તે પોતાની કારને બતાવે છે. આ દરમિયાન તેની સાથે તેનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં પલક કહે છે કે- મેં મારી બીજી કાર ખરીદી છે. હા, તે બહુ મોંઘી નથી પરંતુ ખૂબ જ ખાસ છે. પલક આગળ જણાવે છે કે – કારણ કે માતાને રૂફટોપ જોઇતુ હતુ, અને પિતાને મોટી કાર જોઈતી હતી. ભાઈ અને હું બંને માટે ખુશ છીએ.
આજે હું વધુ એક વર્ષ મોટી થઇ છું પણ આજે મને સમજાયું છે કે મારી સાચી ખુશી મારા લોકોના સુખમાં છે. હું તેમને મારા આખા જીવનમાં ખુશ જોવા માંગુ છું. થેંક્યુ યુનિવર્સ. પલકનો આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાનના પલકના લુકની વાત કરીએ તો, પલક તેની નવી કાર લેવા માટે ગુલાબી કુર્તામાં પહોંચી હતી.
આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા, અને આ લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. જણાવી દઈએ કે પલકે 11 એપ્રિલે તેનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે તેના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેના ઘણા મિત્રો અને અભિનેતા મિત્રોએ હાજરી આપી હતી.
Instagram पर यह पोस्ट देखें