ભારતીય યુવકના પ્રેમમાં પાગલ થઇ 21 વર્ષની પાકિસ્તાની યુવતી, લગ્ન કરવા માટે પોતાનો દેશ છોડીને આવી ગઈ ભારત, જુઓ તસવીરો

સીમાભાભી બાદ વધુ એક પાકિસ્તાની યુવતી બનશે ભારતીય ભાભી, યુવક સાથે લગ્ન કરવા તોડી નાખ્યા સરહદના બંધનો, ગજબની છે લવસ્ટોરી

Pakistani girl came to marry an Indian boy : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા જ ઘરના ખૂણામાં બેઠેલો વ્યક્તિ પણ દૂર દેશમાં પહોંચી જાય છે. ત્યારે આજે પ્રેમ પણ ઓનલાઇન જ થઇ જાય છે અને દૂર દેશમાં બેઠીલી કોઈ વ્યક્તિ સાથે લગ્ન પણ કરી લે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનથી પોતાના બાળકો સાથે પોતાના પ્રેમી સચિન સાથે લગ્ન કરવા ભારત આવી ગયેલી સીમા હૈદરની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. ત્યારે હવે વધુ એક પાકિસ્તાની યુવતી ભારતીયના પ્રેમમાં પાગલ બનીને સરહદ ઓળગી આવી ગઈ છે.

પાકિસ્તાનથી ભારત આવી 21 વર્ષની યુવતી :

મંગળવારે સવારે પાકિસ્તાનની દીકરી જવેરિયા ખાન દુલ્હન બનવા ભારત પહોંચી છે અને મંગળવારે તે અટારી બોર્ડરથી ભારતમાં પ્રવેશી છે. અહીં તેના ભાવિ પતિ સમીર ખાન અને ભાવિ સસરા અહેમદ કમાલ ખાન યુસુફઝાઈ તેનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત સરકારે જવેરિયાને 45 દિવસનો વિઝા આપ્યો છે. અટારી બોર્ડર છોડ્યા બાદ બંને શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી તેઓ કોલકાતા જશે. સમીર અને જવેરિયા ખાનુમના લગ્ન થશે.

2 વખત વિઝા થયા હતા રદ્દ :

તમને જણાવી દઈએ કે ભારતે જવેરિયાને બે વખત વિઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી તે સામાજિક કાર્યકર અને પત્રકાર મકબૂલ અહેમદ વાસી કાદિયાનના સંપર્કમાં આવી. તેણે ઘણી પાકિસ્તાની દુલ્હનોને વિઝા અપાવવામાં મદદ કરી છે. મકબૂલ અહેમદે તેને આ મામલે ઘણી મદદ કરી અને તેના પ્રયાસોને કારણે સમીર ખાનની મંગેતરને ભારત સરકાર દ્વારા વિઝા આપવામાં આવ્યો.

2018માં કરી હતી સગાઈ :

કોલકાતાના રહેવાસી સમીર ખાને કહ્યું કે ખાનુમને મળ્યા બાદ તેમનું સપનું સાકાર થયું છે. સમીર અને જવેરિયાના લગ્ન 6 જાન્યુઆરીએ થશે અને બંનેએ વર્ષ 2018માં સગાઈ કરી હતી. સમીર ખાને જણાવ્યું કે સાડા પાંચ વર્ષ પહેલા મેં મારી માતાના મોબાઈલ ફોનમાં જવેરિયાનો ફોટો જોયો હતો અને ફોટો જોતાની સાથે જ મને જવેરિયાના પ્રેમમાં પડી ગયો હતો. મેં માતાને પૂછ્યું કે તે કોણ છે. તેણે જણાવ્યું કે તે કરાચીમાં રહેતા તેના એક સંબંધી અઝમત ઈસ્માઈલ ખાનની પુત્રી છે.

5 વર્ષ પછી મળ્યા વિઝા :

મેં મારી માતાને કહ્યું કે હું જાવરિયા સાથે જ લગ્ન કરીશ. ઘણી વિનંતીઓ પછી, અમે વર્ષ 2018 માં સગાઈ કરી લીધી. આ પછી સરહદની દિવાલ અડચણરૂપ બની હતી. ભારત પહોંચીને જવેરિયા ખાનુમે કહ્યું કે મને સાડા પાંચ વર્ષ પછી વિઝા મળ્યા છે. મારી ખુશીની કોઈ સીમા નથી. વિશ્વાસ નથી થતો કે હું અહીં આવી છું. ભારત સરકારે મને 45 દિવસ માટે વિઝા આપ્યા છે. જે પ્રાર્થના કરવામાં આવી હતી તે સ્વીકારવામાં આવી હતી.

Niraj Patel