જો સીમા હૈદરને 12 વાગ્યા સુધી પાકિસ્તાન પાછી ના મોકલી તો….પાકિસ્તાની વ્યક્તિએ આપી ભારતને ચેતવણી…જુઓ વીડિયો

સીમા હૈદરને પાછી ના મોકલી તો…પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો થયો વાયરલ, લોકો આપી રહ્યા છે મજેદાર રિએક્શન્સ

પાકિસ્તાની મહિલા સીમા હૈદર જ્યારથી ભારત આવી છે ત્યારથી તે ચર્ચાનો વિષય છે. સીમા હૈદર માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. એક તરફ ભારતના અનેક સંગઠનોએ તેને પાકિસ્તાન પરત મોકલવાની ચેતવણી આપી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ડાકુઓએ પણ સીમા હૈદર અને ભારતને ધમકી આપી છે. હવે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતને ધમકી આપતો જોવા મળી રહ્યો છે.

જો આજે રાત્રે 12 વાગ્યા સુધી સીમા…
જો કે તેની આ ધમકી પર લોકો ખૂબ મજા લઇ રહ્યા છે. વીડિયોમાં તે વ્યક્તિ કહે છે કે, જો આજે રાત્રે 12 વાગ્યા સુધી સીમા પરત નહીં આવે તો સમજવું કે ભારત સમાપ્ત થઈ ગયું છે. એક યુઝરે કમેન્ટ કરી કે, તે બધુ બરાબર છે પરંતુ તેણે માથે ફૂલ કેમ ભરાયુ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હા દાના-પાનીનો જુગાડ કર 12 વાગ્યા પહેલા, નહિ તો લોકો ભૂખે મરી જશે.’ એક હીજા યુઝરે લખ્યું, માત્ર 55 મિનિટ બાકી છે. હું જાગી જાઉં, નહીં તો હું કાયમ માટે સૂઈ જઈશ. અન્ય એક યુઝરે લખ્યું, આ બધો ગાંજાનો કમાલ છે. જણાવી દઈએ કે આ દિવસોમાં સીમા હૈદર નોઈડાના રાબુપુરામાં તેના કથિત પતિ સચિનના ઘરે રહે છે.

લોકો લઇ રહ્યા છે મજા…
તે ગેરકાયદેસર રીતે ભારત આવી છે. તે કહે છે કે PUBG રમતી વખતે તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. સીમા હૈદર પહેલાથી જ ચાર બાળકોની માતા છે અને તે વારંવાર કહી રહી છે કે તે ફરીથી પાકિસ્તાન જવા માંગતી નથી. તેણે ભારતીય નાગરિકતા માટે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો છે. એજન્સીઓની શંકાની સોય પણ સીમા હૈદર પર ટકેલી છે. યુપી પોલીસ અને એટીએસ સીમા હૈદર, સચિન અને તેમના પિતાની પૂછપરછ કરી રહી છે. સીમા હૈદરે એટીએસની સામે કેટલીક એવી વાતો કહી જેનાથી શંકા વધુ ઘેરી બની. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને પાકિસ્તાન ડિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે સત્ય શું છે તે તો સમય જ કહેશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina