ભારતની મિસાઈલ ભૂલથી શું ચાલી ગઈ, ફફડી ઉઠ્યું આખું પાકિસ્તાન, તાબડતોબ લેવામાં આવ્યો આ નિર્ણય, જાણો સમગ્ર મામલો

9 માર્ચના રોજ ભારતમાંથી ભૂલમાં પાકિસ્તાનની અંદર મિસાઈલ છૂટી ગઈ હતી, જેના બાદ આ ઘટનાને લઈને પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ ભારતે ખેડ પણ વ્યક્ત કર્યો હતો, રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પડેલી ભારતીય મિસાઈલ પર ગૃહમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગૃહમાં કહ્યું કે આ અજાણતા બનેલી ઘટના ખેદજનક છે, અમારી મિસાઈલ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે.

પાકિસ્તાન સરકારે શનિવારે કહ્યું કે તે મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ અંગે ભારતના સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી. પાકિસ્તાને આ ઘટના સાથે જોડાયેલા તથ્યોને યોગ્ય રીતે જાણવા માટે સંયુક્ત તપાસની માંગ કરી હતી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાને ભારત સરકારના નિવેદનની નોંધ લીધી છે કે તેમણે 9 માર્ચે પાકિસ્તાની ક્ષેત્રમાં પડેલી ભારતીય મિસાઈલની તકનીકી ખરાબીના કારણે દુર્ઘટનાવશ ચાલવા ઉપર ખેદ વ્યક્ત કર્યો હતો અને ઉચ્ચ સ્તરીય “કોર્ટ ઓફ ઈન્કવાયરી”નો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટના પરમાણુ વાતાવરણમાં આકસ્મિક અથવા અનધિકૃત મિસાઇલ પ્રક્ષેપણ સામે સુરક્ષા પ્રોટોકોલને લગતા ઘણા મૂળભૂત પ્રશ્નો ઉભા કરે છે. પાકિસ્તાને કહ્યું, “ભારતીય સત્તાવાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સરળ ખુલાસાથી આટલા ગંભીર મામલાને ઉકેલી શકાય નહીં.” કેટલાક ગંભીર પ્રશ્નો સામેલ છે જેનો જવાબ આપવો જરૂરી છે.

પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું, “આંતરિક કોર્ટ ઓફ ઈન્ક્વાયરી કરવાનો ભારતનો નિર્ણય પૂરતો નથી કારણ કે મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રમાં પડી હતી.” પાકિસ્તાને આ ઘટના સાથે જોડાયેલા તથ્યો જાણવા માટે સંયુક્ત તપાસની માંગ કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતે આકસ્મિક મિસાઇલ પ્રક્ષેપણ અને આ ઘટનાના વિશેષ સંજોગોને રોકવાનાં પગલાં સમજાવવા જોઈએ. તેમને પાકિસ્તાનના વિસ્તારમાં પડેલી મિસાઈલની વિગતો જણાવવી”.

પાકિસ્તાને આકસ્મિક રીતે ફાયર કરવામાં આવેલી મિસાઈલનો ફ્લાઈટ પાથ આપવાની પણ માંગ કરી હતી. પાકિસ્તાન એ જાણવા માંગતું હતું કે જો મિસાઈલ તેના સીધા રસ્તે આગળ વધી રહી હતી તો તેનો ટ્રેક આપોઆપ કેવી રીતે બદલાઈ ગયો અને તે પાકિસ્તાનમાં કેવી રીતે ઘુસી ગઈ.

Niraj Patel